સુપ્રીમ કોર્ટે આજે (24 મે) ચૂંટણી પંચને રાહતના સમાચાર આપ્યા છે. સર્વોચ્ચ અદાલતે મતદાનના સંપૂર્ણ આંકડા મોડા જાહેર કરવા પર પ્રશ્નો ઉઠાવતી અરજી પર સુનાવણી કરી. કોર્ટે પોતાની વેબસાઈટ પર લોકસભા ચૂંટણી દરમિયાન મતદાનની ટકાવારીના આંકડા અપલોડ કરવા અંગે કોઈપણ સૂચના આપવાનો ઈન્કાર કરી દીધો છે.સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે 5 તબક્કાની ચૂંટણી થઈ છે. હવે પ્રક્રિયા બદલવા માટે ચૂંટણી પંચ પર દબાણ કરવું યોગ્ય નહીં ગણાય. ચૂંટણી પંચના વકીલ મનિન્દર સિંહે કહ્યું હતું કે અરજીકર્તા એડીઆરનો હેતુ મતદારોને ભ્રમિત કરવાનો છે. ADRના ઈરાદા પર સવાલ ઉઠાવતા, SCએ 26 એપ્રિલે જ એક અરજી ફગાવી દીધી હતી.
તમને જણાવી દઈએ કે, કોર્ટે લોકસભા ચૂંટણીમાં મતદાનના 48 કલાકની અંદર દરેક મતદાન મથક પર પડેલા મતનો ડેટા વેબસાઈટ પર મૂકવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરી હતી. કોર્ટે આ નિર્ણય અનામત રાખ્યો છે. તમને જણાવી દઈએ કે એનજીઓ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી. ચૂંટણી પંચે કોર્ટને કહ્યું કે વેબસાઈટ પર ફોર્મ 17C (દરેક મતદાન મથક પર પડેલા મતોનો ડેટા) અપલોડ કરવો યોગ્ય નથી.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology