લોકસભા 2024ની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન 19મી એપ્રિલ એટલે આવતીકાલે થવાનું છે ત્યારે હૈદરાબાદમાં મતદાર યાદીમાંથી 5.41 લાખથી વધુ મતદારોના નામ દૂર કરવામાં આવ્યા છે. જિલ્લા ચૂંટણી પંચ દ્વારા એક પ્રેસ રિલીઝ કરીને આ અંગેનું કારણ પણ જણાવવામાં આવ્યું હતું.
હૈદરાબાદ જિલ્લામાં 15 વિધાનસભા બેઠકો આવેલી છે. ચૂંટણી પંચે હૈદરાબાદ જિલ્લાની મતદાર યાદીમાંથી 5.41 લાખ મતદારોના નામ કાઢી નાખ્યા છે. યાદીમાંથી મતદારોના નામ હટાવવાના કારણોમાં તેમનું મૃત્યુ, રહેઠાણમાં ફેરફાર અને નામની બે વાર નોંધણી છે. જિલ્લા ચૂંટણી અધિકારીએ બુધવારે એક પ્રસે રિલીઝમાં જણાવ્યું હતું કે હૈદરાબાદ જિલ્લામાં ચૂંટણી તંત્ર મતદાર યાદીની સચોટતા સુનિશ્ચિત કરવા સખત મહેનત કરી રહ્યું છે અને સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.
જાન્યુઆરી 2023 થી હૈદરાબાદ જિલ્લાની 15 વિધાનસભા મતવિસ્તારોમાં કુલ 47,141 મૃત મતદારો, 4,39,801 "સ્થાનાતરિત મતદારો" અને ડુપ્લિકેટ મતદારોના 54,259 નામો યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે ભારતના ચૂંટણી પંચની સૂચનાને પગલે કુલ 5,41,201 મતદારોના નામ યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે.
હૈદરાબાદ જિલ્લાના 15 વિધાનસભા મતવિસ્તારો હૈદરાબાદ અને સિકંદરાબાદ લોકસભા મતવિસ્તારનો ભાગ છે. હૈદરાબાદ લોકસભા મતવિસ્તારના ભાજપના ઉમેદવાર કે માધવી લથાએ અગાઉ દાવો કર્યો હતો કે મતવિસ્તારમાં છ લાખથી વધુ નકલી મતદારો છે. માધવીએ આરોપ લગાવ્યો હતો કે ઓવૈસી નકલી મતો દ્વારા ચૂંટણી જીતે છે.
હૈદરાબાદ જિલ્લામાં કુલ 1,81,405 મતદારોની ઓળખ કરવામાં આવી છે જેમના ઘરના નંબરો સુધારી દેવામાં આવ્યા છે. એક પરિવારમાં વિભાજિત મતદારોને એક મતદાન મથક પર લાવવા માટે જિલ્લામાં કુલ 3,78,713 સુધારા કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે તેલંગાણામાં 17 મેના રોજ એક જ તબક્કામાં મતદાન થશે. રાજ્યમાં લોકસભાની 17 બેઠકો છે. હૈદરાબાદમાં પણ 17મી મેના રોજ મતદાન થશે.
અહીં મુખ્ય સ્પર્ધા અસદુદ્દીન ઓવૈસી અને ભાજપના માધવી લતા વચ્ચે માનવામાં આવી રહી છે. વર્ષ 2019માં ઓવૈસીએ ભાજપના ઉમેદવારને 2 લાખ 82 હજાર 186 મતોથી હરાવ્યા હતા. અહીં ભાજપ બીજા સ્થાને રહી હતી. વર્ષ 2014માં ઓવૈસી 282186 મતોથી જીત્યા હતા.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology