દિલ્હી દારૂ કૌભાંડ મામલે મની લોન્ડરિંગ કેસમાં ફસાયેલા સીએમ કેજરીવાલે આજે સુપ્રીમ કોર્ટમાં પોતાનો જવાબ દાખલ કર્યો છે. તેમણે EDના આરોપો પર જવાબ આપતાં કહ્યું કે EDના ચારેય સાક્ષીઓ ભાજપ સાથે સંકળાયેલા છે. હવાલા એજન્ટ પાસેથી ગુજરાતીમાં લખેલી ડાયરી મળી આવી હતી, જેને ભાજપે તેના પુરાવા તરીકે રજૂ કરી હતી.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ચાર સાક્ષીઓનો ઉલ્લેખ કર્યો હતો જેમાં એક ભાજપ સમર્થિત લોકસભા ઉમેદવાર મંગુતા શ્રીનિવાસન રેડ્ડી, કથિત લીકર પોલિસી કૌભાંડમાં ભાજપને 60 કરોડ દાન આપનારા શરથ રેડ્ડી, ભાજપના ગોવાના એક સિનિયર નેતા તથા પ્રમોદ સાવંતના ખાસ સત્ય વિજય અને ગોવાના સીએમ અને પ્રચાર મેનેજમેન્ટની નજીકના વ્યક્તિના નિવેદનનો સમાવેશ થાય છે.
સીએમ કેજરીવાલે કહ્યું કે આ તમામ લોકોના નિવેદનના આધારે મારી ધરપકડ કરવામાં આવી છે. થોડા દિવસો પહેલા EDએ આ મામલે સુપ્રીમ કોર્ટમાં પોતાનો જવાબ દાખલ કર્યો હતો. હવે કેજરીવાલે પણ આ મામલે કોર્ટમાં પોતાનો જવાબ દાખલ કર્યો છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેમની ધરપકડ અને ન્યાયિક કસ્ટડીને પડકારી હતી.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology