કચ્છ જિલ્લા મથક ભુજ શહેરમાં જાહેર માર્ગો પર લાખો રૂપિયાના ખર્ચે ટ્રાફિક સિગ્નલ લગાડવામાં આવ્યા હતા, જે વાહનોના સ્થાને હાલ પોતે થોભોની સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. ગતિશીલ બનેલી નગરપાલિકા અને પોલીસ જ્યારે આધુનિક થઈ છે ત્યારે હવે શહેરમાં ટ્રાફિક વ્યવહાર વધી ગયો છે ત્યારે બિન ઉપીયોગી ટ્રાફિક સિગ્નલો ફરી કાર્યરત થવા લોકોની માંગ ઉઠી છે. શહેરના ટ્રાફિકને નિયંત્રણ કરતી સિગ્નલની લીલી, પીળી, અને લાલ લાઈટોને પુનઃ શરૂ કરવા માટે લાખો જેટલો ખર્ચ થોડા સમય પહેલા કરવામાં આવ્યો હતો પરંતુ તે પણ કારગર નીવડ્યો નથી. આ વિશે જિલ્લા સમહર્તાની સંકલન બેઠકમાં પણ સિગ્નલ ચાલુ કરવાનો મુદ્દો ઉઠ્યો હતો અને તત્કાલીન કલેક્ટર દ્વારા નગરપલિકાના મુખ્ય અધિકારીને સિગ્નલ શરૂ કરવા અંગે સુંચના આપાઇ હતી. જેના પગલે પાલિકાએ એક ટિમ મારફત સર્વે પણ કરાવ્યો હતો પરંતુ પરિણામ હજુ સુધી શુન્ય રહ્યું છે. 2013ના પ્રજાસતાક પર્વના દિવસે વિકાસકામોની ગ્રાન્ટમાંથી શહેરમાં ટ્રાફિક સિગ્નલની લાઈટો ખરીદવાની મંજૂરી પ્રભારી મંત્રીની અધ્યકતમાં મળી હતી અને લાખો ના ખર્ચે પૂનાની ન્યુક્લીયોનિક્સ ટ્રાફિક સોલ્યુશન પ્રા.લી.પાસેથી ટ્રાફિક સિગ્નલના 28 પોલ અને રંગ બેરંગી લાઇટની ખરીદી કરી શહેરના જયુબેલી સર્કલ, ઇન્દિરીબાઈ પાર્ક, વિડી હાઈસ્કુલ,SBI જંક્શન, બુધરમલ પેટ્રોલપમ્પ નજીક તથા જી.બી. કચેરી સહિતના વિસ્તારોમાં વર્ષ 2014માં આ લાઈટો લગાડવામાં આવી હતી.જે થોડા વર્ષ ચાલુ રહ્યા બાદ છેલ્લા ઘણાં વર્ષો ધૂળ ખાઈ રહી છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology