bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

ઈલોન મસ્કનું મોટું પગલું, ભારતમાં બે લાખથી વધુ એક્સ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો...

ઈલોન મસ્ક(Elon Musk)ના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X)ના રિપોર્ટમાં એક ચોંકાવનાર ખુલાસો થયો છે કે X પ્લેટફોર્મે ભારતમાં 2.13 લાખ એકાઉન્ટ બંધ કર્યા છે. કંપનીની નીતિઓના ઉલ્લંઘનને કારણે આ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

X પ્લેટફોર્મે 26 ફેબ્રુઆરીથી 25 માર્ચ 2024 વચ્ચે 2.13 લાખ એકાઉન્ટને બંધ કર્યા છે. આ એકાઉન્ટ્સ પર આ કાર્યવાહી કરવામાં આવી છે કારણ કે તેઓ કંપનીની નીતિ વિરુદ્ધ પોસ્ટ કરી રહ્યા હતા. તેમાંથી કેટલાક અશ્લીલતા ફેલાવતા હતા અને કેટલાક આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હતા. રિપોર્ટ અનુસાર, X પ્લેટફોર્મે કુલ 2,12,627 એકાઉન્ટ્સ પર કાર્યવાહી કરી છે. આ X એકાઉન્ટ્સ ગેરકાયદેસર અને હાનિકારક સામગ્રી સાથે સંકળાયેલા હતા. આ સિવાય ભારતમાં આતંકવાદને પ્રોત્સાહન આપતા 1,235 X એકાઉન્ટ્સ મળી આવ્યા છે. કંપનીએ રિપોર્ટમાં કહ્યું કે X પ્લેટફોર્મ ચાઈલ્ડ સેક્સ્યુઅલ કન્ટેન્ટને નજરઅંદાજ કરતું નથી. 

ખરેખર, ઇન્ટરનેટની દુનિયામાં ઘણા લોકો આ સ્વતંત્રતાનો દુરુપયોગ કરે છે. આવી સ્થિતિમાં તેઓ જે ઈચ્છે તે કરે છે. X પ્લેટફોર્મ આવી પ્રવૃત્તિઓને અવગણશે નહીં અને આ એકાઉન્ટ્સને બંધ કરશે. આ પહેલીવાર નથી કે Xએ ખાતાઓ પર કાર્યવાહી કરી હોય. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દર મહિને તેનો અનુપાલન રિપોર્ટ જાહેર કરે છે. આ રિપોર્ટમાં યુઝર્સની સુરક્ષા માટે લેવામાં આવેલા પગલાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કંપનીએ પણ જણાવે છે કે કેટલા ખાતાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. માત્ર X જ નહીં, અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પણ આવા અહેવાલો જાહેર કરતા રહે છે.