ભારતીય જનતા પાર્ટીના નવી દિલ્હી લોકસભા સીટના ઉમેદવાર બાંસુરી સ્વરાજ ચૂંટણી પ્રચાર દરમિયાન ઈજાગ્રસ્ત થયા છે. તેઓની આંખમાં ઈજા થઈ છે, જે બાદ તેઓ આંખે પટ્ટી લગાવીને પ્રચાર કરી રહ્યા છે. બાંસુરી સ્વરાજે ખુદ સોશિયલ મીડિયા દ્વારા આ જાણકારી આપી છે.
ભાજપના ઉમેદવારે મોડી રાત્રે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું કે મંગળવારે ચૂંટણી પ્રચાર દરમિયાન તેમની આંખમાં થોડી ઈજા થઈ, જે બાદ તેઓને મોતીનગર વિસ્તારમાં એક પાસે સારવાર કરાવી હતી. બાંસુરી સ્વરાજે આ માટે ડોક્ટરનો પણ આભાર માન્યો છે.
આંખમાં ઈજા થવા છતાં બાંસુરી સ્વરાજે જનસંપર્ક અભિયાન ચલાવ્યું. તેઓ નવરાત્રીના પ્રથમ દિવસે રમેશ નગર વિસ્તારમાં સનાતન ધર્મ મંદિરમાં આયોજિત એક કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. તેમણે અહીં માં દુર્ગાની પૂજા પણ કરી હતી.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology