bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

કેરળમાં ચોમાસાના આગમન સાથે ભારે વરસાદ પડ્યો..

દેશમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી થઇ ગઇ છે. કેરળમાં પૂર્વોત્તરના કેટલાક ભાગમાં વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે તેની જાણકારી આપી છે. આ પહેલા હવામાન વિભાગે 15 મેથી 31 મે સુધી ચોમાસાની એન્ટ્રીનું અનુમાન વ્યક્ત કર્યું હતું અરૂણાચલ પ્રદેશ, ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય, મિઝોરમ, મણિપુર અને આસામ સહિત નોર્થ ઇસ્ટ વિસ્તારમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ  5 જૂન છે. ગુજરાતમાં 15 જૂન સુધી ચોમાસાની વિધિવત એન્ટ્રી થઇ શકે છે. ભારતીય હવામાન વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે મુંબઇમાં 10 જૂનથી ચોમાસાનો વરસાદ શરૂ થવાની સંભાવના છે. 12થી 15 જૂન વચ્ચે ગુજરાતમાં વરસાદ પડી શકે છે. IMDએ કર્ણાટકના પાટનગર બેંગલુરૂમાં 13 કે 14 જૂન સુધી ચોમાસાના પહોંચવાની આગાહી કરી છે. પશ્ચિમ બંગાળની વાત કરવામાં આવે તો ચોમાસાનું આગમન 10થી 29 જૂન વચ્ચે થવાની સંભાવના છે.