રાજ્યના ભરૂચમાંથી ભારતીય સેનાની જાસૂસી કરનાર શખ્સ ઝડપાયો છે. જે પાકિસ્તાનને તમામ ગુપ્ત માહિતીઓ પહોંચાડતો હતો. ભરૂચથી જે શખ્સ ઝડપાયો છે તેનું નામ પ્રવીણકુમાર મિશ્રા છે. આરોપી પાકિસ્તાની એજન્ટનો હનીટ્રેપનો શિકાર થયો હતો. આ આ શખ્સની પૂછપરછમાં તેમજ તેનો મોબાઈલ ચેક કરતા અનેક ચોંકાવનારી માહિતી સામે આવી છે.CID ક્રાઇમના ADGP રાજકુમાર પાંડિયને જણાવ્યું કે આરોપી પ્રવીણકુમાર મિશ્રા ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં એક કેમિકલ ફેકટરીમાં કામ કરતો હતો. પ્રવીણકુમાર મિશ્રા મૂળ બિહારનો છે એરોનોટિકલ એન્જીનિયરીંગની તાલીમ લઈને હૈદરાબાદમાં DRDOને મટીરીયલ સપ્લાય કરનાર કંપનીમાં કામ કરતો હતો. પ્રવીણકુમાર મિશ્રા સોશિયલ મીડિયા થકી સોનલ ગર્ગ નામનું એકાઉન્ટ ધરાવતા એક વ્યક્તિના પરિચયમાં આવ્યો હતો અને હનીટ્રેપમાં ફસાયો હતો. આ એકાઉન્ટ પાકિસ્તાનની જાસુસી સંસ્થા ISIનો હેન્ડલર ચલાવતો હતો. ISIના હેન્ડલર દ્વારા આરોપી પ્રવીણકુમાર મિશ્રા પાસેથી માહિતી મંગાવવામાં આવતી હતી અને મહત્ત્વપૂર્ણ બાબતોની જાસુસી કરાવવામાં આવતી હતી.પ્રવીણકુમાર મિશ્રાએ અલગ અલગ ભારતીય એજેન્સી અને કંપનીઓની માહિતી મેળવી ISIના હેન્ડલરને આપી હતી. આ સાથે બ્રહ્મોસ મિસાઈલની પણ માહિતી આપી હતી. અંકલેશ્વરની એક કંપની પણ DRDOને મટીરીયલ સપ્લાય કરે છે, જેની માહિતી પ્રવીણકુમારે ISIના હેન્ડલરને આપી હતી. આથી તેની સૂચનાથી પ્રવીણકુમારે અંકલેશ્વરની એક કંપનીના કોમ્પ્યુટરમાં માલવેર મોકલવાનો પ્રયાસ કર્યો હતો, જેથી કંપનીની સેન્સટીવ માહિતી મેળવી શકાય.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology