હૈદરાબાદ-વિજયવાડા હાઈવે પર ચિલાકાલુરીપેટ મંડલ પાસે બસ એક ટ્રક સાથે અથડાઈ અને બંને વાહનોમાં આગ લગતા બળીને ખાખ થયા.હૈદરાબાદ-વિજયવાડા હાઇવે પર આજે વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. આ ગમખ્વાર અકસ્માતમાં અત્યાર સુધી છ લોકોના મોત નિપજ્યા હતા.મળતી વિગતો મુજબ બાપટલાથી તેલંગાણાની રાજધાની હૈદરાબાદ જઈ રહેલી બસ એક ટ્રક સાથે અથડાતાં છ લોકો જીવતા દાઝ્યાં હતા. આ માર્ગ અકસ્માતમાં 32 લોકો ઘાયલ થતાં સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
બાપટલાથી હૈદરાબાદ જઈ રહેલી બસ ટ્રક સાથે અથડાતા બંને વાહનોમાં આગ લાગી હતી. અથડામણને કારણે લાગેલી આગએ અટલ વિકરાળ રૂપ ધારણ કર્યું હતું કે બસ અને ટ્રક સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયા હતા.જેને લઈને એવો દાવો કરવામાં આવ્યો છે કે લોકો બાપટલાથી મતદાન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે ચિલાકાલુરીપેટ મંડલ પાસે બસ એક ટ્રક સાથે અથડાઈ હતી. અકસ્માત બાદ તરત જ બંને વાહનોમાં આગ લાગી હતી. અકસ્માતના પગલે ઘાયલોએ જણાવ્યું હતું કે, બસમાં લગભગ 42 લોકો મુસાફરી કરી રહ્યા હતા. હાઇવે પર થયેલા આ ભયંકર અકસ્માતમાં ટ્રક અને બસના ચાલકનું મોત થયું હતું. બસમાં મુસાફરી કરી રહેલા અન્ય ચાર વ્યતિઓએ પણ જીવ ગુમાવ્યો હતો.
આ ભયાનક અકસ્માતમાં માર્યા ગયાં લોકો બાપટલા જિલ્લાના રહેવાસી છે. જેમાં મળતી માહિતી મુજબ મૃતકોમાં 35 વર્ષીય બસ ડ્રાઈવર અંજી, 65 વર્ષીય ઉપપાગુંદુર કાશી, 55 વર્ષીય ઉપાગુંદુર લક્ષ્મી અને મુપ્પરાજુ ખ્યાતી સાસરી નામની 8 વર્ષની બાળકીનો પણ સમાવેશ થાય છે. જેમાં અન્ય બે લોકો વિશે હજુ સુધી માહિતી બહાર આવી નથી. આ અકસ્માતમાં 32 લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને ચિલાકાલુરીપેટ નગરની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.પછી તેને વધુ સારવાર અર્થે ગુંટુર ખસેડવામાં આવ્યા હતા.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology