છત્તીસગઢમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં સાત નક્સલવાદીઓ માર્યા ગયા છે. એન્કાઉન્ટરમાં જવાનોના ઘાયલ થયા હોવાની કોઈ માહિતી નથી. નારાયણપુરના પોલીસએક અધકારી એ જણાવ્યું હતું કે સવારે 11 વાગ્યાની આસપાસ જ્યારે સુરક્ષાકર્મીઓની સંયુક્ત ટીમ નક્સલ વિરોધી અભિયાનમાં હતી ત્યારે એન્કાઉન્ટર શરૂ થયું હતું. એન્કાઉન્ટર સ્થળ પરથી અત્યાર સુધીમાં સાત નક્સલીઓના મૃતદેહ અને હથિયારો મળી આવ્યા છે.આ નક્સલ વિરોધી ઓપરેશનમાં દંતેવાડા, નારાયણપુર અને બસ્તર જિલ્લાના જિલ્લા રિઝર્વ ગાર્ડ, બસ્તર ફાઇટર્સ અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સના જવાનો સામેલ હતા. પોલીસને નકસલવાદીઓ જંગલમાં હોવાની માહિતી મળી હતી. જેના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. આ ઘટના સાથે, રાજ્યમાં સુરક્ષા દળો સાથે અલગ અલગ એન્કાઉન્ટરમાં આ વર્ષે અત્યાર સુધીમાં 107 નક્સલવાદીઓ માર્યા ગયા છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology