bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

હેમા માલિનીએ ખેતરમાં પાક કાપણીનો કર્યો અભિનય, લોકોએ 'ડ્રીમ ગર્લ'ને કરી ટ્રોલ...

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની દિગ્ગજ અભિનેત્રી અને મથુરાના સાંસદ હેમા માલિનીએ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરોમાં તેઓ ખેતરમાં પાક લણતા જોવા મળે છે. કાંજીવરમના સાડી પહેરેલા અને ઘઉંના પાકની લણણી કરતા તેના ફોટા જોઈને કેટલાક નેટીઝન્સ નારાજ થઈ ગયા છે. નેટીઝન્સ ટીકા કરી રહ્યા છે કે લોકસભા ચૂંટણીના બેકગ્રાઉન્ડમાં આ એક માત્ર પબ્લિસિટી સ્ટંટ છે.

હેમા માલિનીએ સોશિયલ મીડિયા પર ચાર અલગ-અલગ તસવીરો પોસ્ટ કરી છે. આ ફોટામાં તે પાક લણતી, લણણી કરેલા પાક સાથે ફોટા પડાવતી અને મહિલા ખેત કામદારો સાથે પોઝ આપતી જોવા મળે છે.

આ ફોટાના કેપ્શનમાં તેણે લખ્યું, 'આજે હું ખેડૂતોના ખેતરોમાં તેમની સાથે વાતચીત કરવા ગઈ, જેમને હું છેલ્લા દસ વર્ષથી નિયમિતપણે મળી રહી છું. તેઓ મને મળીને ખૂબ ખુશ થયા અને મને ફોટો પડાવવા માટે વિનંતી પણ કરી. તેથી જ મેં આ ફોટા લીધા છે.' આ તસવીરોને કારણે હેમા માલિની ઘણી ટ્રોલ થઈ રહી છે. 'એપ્રિલ મહિનામાં કાંજીવરમ સિલ્કની સાડી પહેરીને, છૂટા વાળ સાથે પીઆર સ્ટંટ કરવું કેટલું યોગ્ય છે? તમારે તમારી PR એજન્સીને કાઢી મૂકવી જોઈએ,' એકે લખ્યું. તો શું ટાઈમ પાસ. થોડી શરમ રાખો', બીજાએ કહ્યું.