bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

વોટિંગ પહેલા છત્તીસગઢમાં કાંકેરમાં મોટું એન્કાઉન્ટર, 18થી વધુ નકસલીઓ ઠાર...  

 

છત્તીસગઢના કાંકેરમાં એક મોટી નક્સલી અથડામણ થઈ છે. સુરક્ષા દળો અને નકલી વચ્ચેના એન્કાઉન્ટરમાં 12 માઓવાદીઓ માર્યા ગયાના સમાચાર છે. આ અથડામણમાં બે જવાન પણ ઘાયલ થયા છે. અહીં જવાનો દ્વારા શોધખોળ ચાલી રહી છે. તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વધારાની ફોર્સ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. કહેવાય છે કે અહીંથી AK-47 સહિત મોટી સંખ્યામાં ઓટોમેટિક હથિયારો મળી આવ્યા છે. એસપી કલ્યાણ એલિસેલાએ 12 નક્સલવાદીઓના મોતની પુષ્ટિ કરી છે. માર્યા ગયેલા નક્સલવાદીઓમાં ટોચના નક્સલ કમાન્ડર શંકર રાવ પણ માર્યા ગયા હતા. તેના માથા પર 25 લાખ રૂપિયાનું ઈનામ હતું.આ દરમિયાન નક્સલવાદ પર પણ રાજનીતિ શરૂ થઈ ગઈ છે. છત્તીસગઢના ઉપમુખ્યમંત્રી વિજય શર્માએ કોંગ્રેસના પૂર્વ ગૃહમંત્રી અને મહાસમુંદ લોકસભાના ઉમેદવાર તામ્રધ્વજ સાહુ પર નક્સલવાદ પર નિશાન સાધ્યું છે. નાયબ મુખ્યમંત્રી વિજય શર્માએ કહ્યું કે પાંચ વર્ષ સુધી ગૃહમંત્રી રહીને સાહુએ નક્સલવાદ વિરુદ્ધ કંઈ કર્યું નથી. નક્સલવાદ સામે કોઈ મોટા પગલા લેવામાં આવ્યા ન હતા. આજે ભાજપ સરકાર નક્સલવાદને ખતમ કરવા માટે સતત કામ કરી રહી છે.

 

  • ગયા મહિને પણ એન્કાઉન્ટર થયું હતું

નોંધનીય છે કે ગયા મહિને 3 માર્ચે કાંકેર જિલ્લાના હિદૂર વિસ્તારમાં એન્કાઉન્ટર થયું હતું. હિદુર જંગલમાં થયેલા આ એન્કાઉન્ટરમાં એક જવાન શહીદ થયો હતો. આ સૈનિકનું નામ બસ્તર ફાઇટર્સ કોન્સ્ટેબલ રમેશ કુરેઠી હતું. સુરક્ષા દળોને અહીંથી એક માઓવાદીના મૃતદેહ સાથે એકે-47 મળી આવી હતી. મળતી માહિતી મુજબ, આ અથડામણ ત્યારે થઈ જ્યારે સૈનિકો હિદૂર જંગલમાં શોધખોળ માટે નીકળ્યા હતા. અંદરના વિસ્તારમાં પહોંચતા જ નક્સલવાદીઓએ ગોળીબાર કર્યો. આ એન્કાઉન્ટર લગભગ એક કલાક સુધી ચાલ્યું હતું.