એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસ દ્વારા ઉડતા લોકો માટે બુધવારની સવાર ખૂબ જ મુશ્કેલીભરી રહી હતી. આ બંને એરલાઈન્સે તેમની ઓછામાં ઓછી 86 ફ્લાઈટ્સ કેન્સલ કરી છે. કંપનીએ હવે ઘણા પાઇલોટ્સ અને ક્રૂ મેમ્બર્સે 'માસ સિક લીવ' (સામૂહિક માંદગીની રજા) લેવાનું કારણ દર્શાવ્યું છે. આવી સ્થિતિમાં સવાલ એ ઉઠે છે કે એરલાઈન્સના આટલા બધા કર્મચારીઓએ અચાનક રજા કેમ લીધી? પ્રાપ્ત માહિતી અનુસાર, એરલાઇન્સના ઘણા વરિષ્ઠ અધિકારીઓએ પણ માંદગીની રજા લીધી છે, જેમની સંખ્યા લગભગ 300 હોવાનું કહેવાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નવા નિમણૂક નિયમો પછી વિરોધ જોવા મળી રહ્યો છે, જેના પરિણામે ગઈકાલે લગભગ 300 કેબિન ક્રૂએ બીમારીની રજા લીધી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસ મર્જ થવા જઈ રહી છે, તેથી બંને એરલાઈન્સના પાઈલટ અને કેબિન ક્રૂને લાગે છે કે તેમની નોકરી જોખમમાં છે. એટલા માટે દરેક લોકો વિરોધ કરી રહ્યા છે. ગઈ રાતથી આ વિરોધ વધુ મોટો થઈ ગયો છે, જેના કારણે 86 ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે. તેમાં મિડલ ઈસ્ટ અને ગલ્ફ દેશોની મહત્તમ ફ્લાઈટ્સનો સમાવેશ થાય છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology