નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ સમગ્ર દેશમાં ટોલ દરોમાં સરેરાશ પાંચ ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો . આ નિર્ણય બાદ હવે નેશનલ હાઈવેનો ઉપયોગ કરતા વાહન ચાલકોને વધુ પૈસા ચૂકવવા પડશે. નેશનલ હાઈવે યુઝર્સ ફીનું વાર્ષિક રિવિઝન અગાઉ 1 એપ્રિલથી લાગુ થવાનું હતું, પરંતુ લોકસભાની ચૂંટણીને કારણે આ વધારો મોકૂફ રાખવામાં આવ્યો હતો. વાર્ષિક રિવિઝન સરેરાશ પાંચ ટકાની રેન્જમાં હોવાની શક્યતા છે
એપ્રિલ 2024માં માર્ગ અને વાહનવ્યવહાર મંત્રાલયને મોકલવામાં આવેલા પત્રમાં ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, વિજળીના ટેરિફ પર નિર્ણય લેવા માટેની જરૂરી પ્રક્રિયા રાજ્ય નિયમનકારી આયોગ દ્વારા ચાલુ રાખી શકાય છે. જો કે, ટેરિફનો નિર્ધારણ 2024 પછી કરવામાં આવશે. NHAIના એક અધિકારીએ જણાવ્યું કે, લગભગ 1100 ટોલ પ્લાઝા પર ટોલના દરમાં 3 થી 5 ટકાનો વધારો કરવામાં આવ્યો . તેમણે કહ્યું કે ચૂંટણી પ્રક્રિયાના કારણે તેને રોકી દેવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી ટોલ પ્લાઝા પર ફી વધારો રાજકીય મુદ્દો બની રહ્યો છે. ફી વધારવા અંગે NHAI દ્વારા દલીલ કરવામાં આવી હતી કે દેશમાં રોડ પ્રોજેક્ટના વિસ્તરણ માટે તે મહત્વપૂર્ણ છે
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology