bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

યમુનોત્રી ધામમાં ભીડ ઉમટી, ભક્તો કેટલાય કિલોમીટર સુધી જામમાં અટવાયા...

દેહરાદુનથી યમુનોત્રી જતા માર્ગ પર યાત્રીઓ ભરેલા વાહનો રોકવામાં આવ્યા હતા. યમુનોત્રીમાં ભારે ભીડ ઉમટી પડતા યાત્રીઓને અધ વચ્ચે રોકવામાં આવ્યા હતા. 40 થી 50 બસ અને ટેમ્પો ટ્રાવેલ્સ ફસાઈ જતા લોકો અટવાયા હતા. જોકે લોકલ વાહનોની અવર જવર પર કોઈ રોક નથી. યમુનોત્રીમાં ટ્રાફિક વધતા યાત્રીઓને હાલાકી પડી રહી છે.સોશિયલ મીડિયા પર તેનો વીડિયો પણ વાયરલ થયો છે, જેમાં પહાડી રસ્તા પર ભક્તોની ભીડ ખચાખચ જોવા મળે છે. વીડિયો સામે આવ્યા બાદ રાજ્ય સરકારની તૈયારીઓને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. જો કે, શનિવારે જ પોલીસ પ્રશાસને સ્પષ્ટતા આપતા કહ્યું હતું કે, ત્યાં સ્થિતિ સામાન્ય છે અને હવે ભીડ નથી.


બદ્રીનાથ ધામના કપાટ ખુલતાની સાથે જ ઉત્તરાખંડના તમામ ચારેય ધામ કેદારનાથ, યમુનોત્રી અને ગંગોત્રીની યાત્રા શરુ થઈ ગઈ છે. પહેલા જ દિવસે કેદારનાથમાં રેકોર્ડ સંખ્યામાં 32 હજાર શ્રદ્ધાળુઓ આવ્યા હતા. આ દરમ્યાન યાત્રાના પહેલા જ દિવસે યમુનોત્રી જતાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી.મહત્વનું છે કે, યમુનોત્રી ધામના કપાટ ખુલ્યા બાદ મંદિરથી લઈને બે કિલોમીટર સુધી માર્ગ પર ચારેય તરફ શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી રહી છે. પોલીસ અને પ્રશાસને ભીડને કાબૂમાં કરવા પ્રયાસો કર્યા પરંતુ સ્થિતિ એવી છે કે ચાર-ચાર કલાક સુધી લોકો ફસાયેલા છે. જેના કારણે યાત્રીઓને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. સીમીત સંખ્યા હોવા છતા પણ સ્થિતિ નિયંત્રણ બહાર છે. ઉત્તરાખંડ પોલીસે શ્રદ્ધાળુઓને ખાસ અપીલ કરી છે. કે આજે તેઓ યાત્રા ન કરે.