ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ બંગાળની ખાડી પરનું લો પ્રેશર વિસ્તાર વધુ તીવ્ર બનશે,હવામાન વિભાગે 27 મે સુધી દરિયામાં માછીમારી કરવા ગયેલા માછીમારોને કિનારે પાછા ફરવા અને બંગાળની ખાડીમાં ન જવાની સલાહ પણ આપી
ભારતીય હવામાન વિભાગે વધુમાં જણાવ્યું હતું કે, બંગાળની ખાડી પરનું લો પ્રેશર વિસ્તાર વધુ તીવ્ર બનશે. હવામાન વિભાગે વધુમાં જણાવ્યું હતું કે ચક્રવાત 'રેમલ' રવિવારે ગંભીર વાવાઝોડાના રૂપમાં બાંગ્લાદેશ અને તેની નજીકના વિસ્તારમાં ત્રાટકશે.પવન102 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે.
ચક્રવાતી તોફાન રેમલના લીધે પશ્ચિમ બંગાળ,મિઝોરમ,ઉત્તર ત્રિપુરા,ઓડીસા અને દક્ષિણ મણિપુરના દરિયાકાંઠાના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ 26-27 મેના રોજ પડી શકે છે. જેના પગલે તંત્રએ માછીમારોને બંગાળની ખાડીમાં ન જવાની અને દરિયામાં માછીમારી કરવા ગયેલા માછીમારોને પણ 27 મે સુધી કિનારે પાછા ફરવાની સલાહ આપી છે. તેમજ 27 મે, 2024ના રોજ અરુણાચલ પ્રદેશ,આસામ અને મેઘાલયમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે.
હવામાન વિભાગે જણાવ્યું કે પંજાબ,રાજસ્થાન, દિલ્હી,હરિયાણા સહીત કેટલાક ભાગોમાં તીવ્ર ગરમીની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા 27 મે ના રોજ હિમાચલ પ્રદેશ,જમ્મુ અને કાશ્મીર,મધ્ય પ્રદેશ અને વિદર્ભ, પૂર્વી ઉત્તર પ્રદેશના જુદા જુદા સ્થળોએ ગરમીની લહેરની આગાહી કરાઈ છે. તેમજ 24 મે, 2024 ના રોજ ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ પ્રદેશોમાં હીટ વેવની સ્થિતિની સંભાવના છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology