મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારને હવે 'Z' શ્રેણીની સુરક્ષા મળશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર ઈન્ટેલિજન્સ બ્યુરો (IB)ના ગુપ્તચર અહેવાલના આધારે મુખ્ય ચૂંટણી કમિશનરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. જો કે, ગૃહ મંત્રાલયે IBના થ્રેટ પરસેપ્શન રિપોર્ટની વિગતવાર માહિતી મીડિયા સાથે શેર કરી નથી.
Z શ્રેણી સુરક્ષા પ્રોટોકોલ હેઠળ, હવે રાજીવ કુમારની સુરક્ષા માટે CRPF કમાન્ડો સહિત કુલ 33 સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવશે. આમાં કુમારના નિવાસસ્થાન પર તૈનાત 10 સશસ્ત્ર સ્ટેટિક ગાર્ડ્સ, છ પ્રાઇવેટ સિક્યુરિટી ઓફિસર્સ (પીએસઓ) જેઓ ચોવીસ કલાક સુરક્ષા પૂરી પાડે છે અને ત્રણ શિફ્ટમાં કામ કરતા 12 સશસ્ત્ર એસ્કોર્ટ કમાન્ડો સામેલ હશે. આ ઉપરાંત, કુમારની સલામતી દરેક સમયે સુનિશ્ચિત કરવા માટે દરેક શિફ્ટ દીઠ બે નિરીક્ષકો અને ત્રણ પ્રશિક્ષિત ડ્રાઇવરો સ્ટેન્ડબાય પર રહેશે.
સૂત્રોનું માનીએ તો રાજીવ કુમારની સુરક્ષા વધારવાનો આ નિર્ણય પણ લોકસભા ચૂંટણી પહેલા ચાલી રહેલા રાજકીય માહોલમાં વધી રહેલા ઉથલપાથલને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. કારણ કે તૃણમૂલ કોંગ્રેસ જેવી વિપક્ષી પાર્ટીઓ ચૂંટણી પંચ સામે સતત વિરોધ પ્રદર્શન કરી રહી છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology