લોકસભા ચૂંટણી પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા મોટી કાર્યવાહી ચાલી રહી છે. વાત જાણે એમ છે કે, કેન્દ્રીય એજન્સીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ પશ્ચિમ બંગાળની સત્તાધારી પાર્ટી તૃણમૂલ કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ કે.ડી. સિંહની ચિટફંડ કંપની અલ્કેમિસ્ટ ગ્રુપ સામે કાર્યવાહી કરવામાં આવી છે. કંપનીનું એક વિમાન અને હિમાચલ પ્રદેશ, હરિયાણા અને મધ્ય પ્રદેશમાં 29 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ અને ફ્લેટ જપ્ત કરવામાં આવ્યા છે. એજન્સીએ શનિવારે (30 માર્ચ) આ માહિતી આપી હતી.
સમાચાર એજન્સીના અહેવાલ મુજબ આ તપાસ CBI, ઉત્તર પ્રદેશ પોલીસ અને પશ્ચિમ બંગાળ પોલીસ દ્વારા નોંધાયેલી ઘણી FIR સાથે સંબંધિત છે. એવો આરોપ છે કે, ચિટ ફંડ જૂથે તેની કંપનીઓ જેમ કે અલ્કેમિસ્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ અને અલ્કેમિસ્ટ ટાઉનશિપ ઈન્ડિયા લિમિટેડ દ્વારા સામાન્ય લોકો પાસેથી રૂ. 1,800 કરોડથી વધુ એકત્ર કર્યા હતા. આરોપ એવો છે કે રોકાણકારોને તેમના રોકાણ પર વધુ પડતી રકમ પરત કરવા સિવાય ફ્લેટ અને પ્લોટ વગેરે આપવાના "ખોટા વચનો" આપવામાં આવ્યા હતા. EDએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, PMLA હેઠળ મિલકતો અટેચ કરવામાં આવી છે અને તેમાં એક એરક્રાફ્ટનો પણ સમાવેશ થાય છે
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology