આજે દેશભરમાં રામ નવમીનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આ તરફ હાલ અયોધ્યા રામ મંદિરમાં ભગવાન શ્રી રામની મૂર્તિને સુર્ય તિલક કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, આજે રામલલાના દર્શન 19 કલાકથી વધુ ચાલશે. સાથે જ આજે સવારે 3.30 કલાકે મંદિરના કપાટ ખુલતા જ ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. આજે બપોરે 12 વાગ્યે સૂર્યના કિરણો લગભગ 4 મિનિટ સુધી રામલલાનું સૂર્ય તિલક કરવામાં આવ્યું છે.
રામનવમીના અવસરે અયોધ્યામાં બિરાજમાન રામલલાને સૂર્ય તિલક કરવામાં આવ્યું છે. સૂર્યના કિરણો રામલલાના લલાટ પર પડશે જેને સૂર્ય તિલક કહેવામાં આવે છે. એ તો જાણીતું જ છે કે મંદિર બનાવતી વખતે સૂર્ય તિલકને ધ્યાનમાં રાખીને તેના માટે ખાસ અરીસો અથવા લેન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ માટે સૂર્યના કિરણો રામ મંદિરના ત્રીજા માળેથી રામલલાની મૂર્તિ સુધી પાઇપિંગ અને ઓપ્ટો-મિકેનિકલ સિસ્ટમ દ્વારા રામલલાની મૂર્તિ સુધી પહોંચી છે.
અયોધ્યામાં થવા જઈ રહેલ સૂર્ય તિલકની વાત કરીએ તો મંદિરના ત્રીજા માળે સ્થાપિત ઓપ્ટોમિકેનિકલ સિસ્ટમ દ્વારા કિરણો 17 એપ્રિલે બપોરે 12 વાગ્યે ગર્ભગૃહમાં પડ્યા હતા. જે કિરણો અરીસામાંથી પ્રતિબિંબિત થયા અને રામલલાના માથા પર 75 મીમીના ગોળ તિલકના રૂપમાં 4 મિનિટ સુધી જોવા મળ્યા હતા. દેશની બે વૈજ્ઞાનિક સંસ્થાઓની મહેનતથી આ સૂર્ય તિલક સાકાર થયું છે.
આજના ખાસ પ્રસંગ માટે રામલલાનો ખાસ પોશાક તૈયાર કરવામાં આવ્યો છે, જે પીળા પીળા રંગનો છે. આમાં ખાદી અને હેન્ડલૂમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ વસ્ત્રો તૈયાર કરવામાં વૈષ્ણો સંપ્રદાયના પ્રતીકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમજ સોના અને ચાંદીના દોરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રામલલાના કપડા બનાવનાર મનીષ ત્રિપાઠીનું કહેવું છે કે રામલલાના કપડા તૈયાર કરવામાં 20 થી 22 દિવસનો સમય લાગે છે. રામલલાના કપડામાં વેલ્વેટ કોટનનો ઉપયોગ કરવામાં આવે છે જેથી તે અંદરથી નરમ રહે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology