bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

દિલ્હીના સીએમ હાઉસમાં મોટો હોબાળો, AAP સાંસદ સ્વાતિ માલીવાલે કેજરીવાલના પીએ પર મારપીટનો આરોપ લગાવ્યો...

દિલ્હીના સીએમ હાઉસમાં ભારે હોબાળો થયો છે. આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે સીએમ કેજરીવાલના પીએ પર મારપીટનો આરોપ લગાવ્યો છે. સીએમ હાઉસથી નીકળ્યા બાદ સ્વાતિ માલીવાલ પોલીસ સ્ટેશન પહોંચી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સ્વાતિએ પોલીસને ફોન કર્યો હતો. દિલ્હી પોલીસની ટીમ સીએમ કેજરીવાલના ઘરે પહોંચી છે.