કેદારનાથમાં એક ખાનગી કંપનીના હેલિકોપ્ટરને ટેક્નિકલ ખામીના કારણે હેલિપેડથી થોડા જ મીટર દૂર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈને જાન હાનિ થઇ નથી અને હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકો સુરક્ષિત છે. હેલિકોપ્ટરમાં 6 શ્રદ્ધાળુઓ સહિત કુલ 7 લોકો સવાર હતા. ક્રિસ્ટલ એવિએશન કંપનીના આ હેલિકોપ્ટરે ગુપ્તકાશી અને સોનપ્રયાગ વચ્ચેના શેરસી હેલિપેડ પરથી ઉડાન ભરી હતી અને ટેકનિકલ ખામી હોવા છતાં પાયલટની બુદ્ધિમત્તાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી.આ ઘટના વિશે માહિતી આપતા રુદ્રપ્રયાગ જિલ્લા મેજિસ્ટ્રેટ સૌરભ ગહરવારે જણાવ્યું હતું કે પાયલોટની સમજદારીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. તેમણે કહ્યું કે ટેકનિકલ ખામીની જાણકારી મળ્યા બાદ પણ પાયલટે ધીરજ ગુમાવી ન હતી અને ઈમરજન્સીમાં હેલિકોપ્ટરને સુરક્ષિત રીતે લેન્ડ કરાવ્યું હતું. જિલ્લા મેજિસ્ટ્રેટે કહ્યું કે તમામ શ્રદ્ધાળુઓ સુરક્ષિત છે અને દરેકને બાબા કેદારનાથના દર્શન કરાવવામાં આવ્યા છે. ગહરવારે કહ્યું કે હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામીની તપાસ કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે આ દિવસોમાં ચાર ધામ યાત્રા અંતર્ગત તીર્થસ્થળો પર ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.
આ અંગે માહિતી આપતા એક અધિકારીએ જણાવ્યું કે હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકો સુરક્ષિત છે અને ભક્તોને ભગવાન કેદારનાથના દર્શન કરાવવામાં આવ્યા છે. રુદ્રપ્રયાગ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ ઘટના( શુક્રવારે) આજે સવારે 7 વાગ્યે બની હતી જ્યારે ક્રિસ્ટલ એવિએશન કંપનીના હેલિકોપ્ટરે ગુપ્તકાશી અને સોનપ્રયાગ વચ્ચેના શેરસી હેલિપેડ પરથી ઉડાન ભરી હતી. પ્રશાસન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ દરમિયાન ટેક્નિકલ ખામીની જાણકારી મળતાની સાથે જ પાયલટે કેદારનાથ હેલિપેડથી થોડા અંતરે હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology