bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

'હું ફરીથી કહુ છું કે, ગુજરાતમાં INDIA જીતવાનું છે', રાહુલ ગાંધીના ભાજપ પર પ્રહાર..  

18મી લોકસભાના પ્રથમ સત્રમાં કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના ભાષણની ચર્ચા આખા દેશમાં થઇ રહી છે. રાહુલ ગાંધીએ ભાષણમાં કહ્યુ હતુ કે, ભાજપ, આરએસએસ માત્ર હિંસા અને નફરતની જ વાત કરે છે. ત્યારે મંગળવારે વહેલી સવારે અમદાવાદના કોંગ્રેસ કાર્યાલયમાં વીએચપી અને બજરંગદળના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો છે. જે બાદ ભાજપ અને કોંગ્રેસના કાર્યકારો આમને સામને આવી ગયા હતા અને એકબીજા પર પથ્થરમારો શરૂ કર્યો હતો. આ મામલે આજે રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને ભાજપ પર અનેક પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ પોતાની ટ્વિટમાં કહ્યુ કે, હિંસા અને નફરત ફેલાવનારા ભાજપના લોકો હિંદુ ધર્મના મૂળ સિદ્ધાંતોને સમજતા નથી.

  • રાહુલનું ભાજપ પર પ્રહાર કરતું ટ્વિટ

રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને ભાજપ પર હુમલો કરતા કહ્યુ છે કે, ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર થયેલો કાયરતાપૂર્વક અને હિંસક હુમલો ભાજપ અને સંઘ પરિવાર અંગે મારી વાતને વધુ મજબૂત કરે છે. હિંસા અને નફરત ફેલાવનારા ભાજપના લોકો હિંદુ ધર્મના મૂળ સિદ્ધાંતોને સમજતા નથી. ગુજરાતની જનતા તેમના જુઠાણાને પાર સ્પષ્ટ રીતે જોઇ શકે છે અને ભાજપ સરકારને નિર્ણાયક સબક શિખવાડશે. હું ફરીથી કહુ છું કે, INDIA ગુજરાતમાં જીતવાનું છે.

  • આ પહેલા સંસદમાં શું કહ્યુ હતુ?

આ પહેલા પણ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી સદનમાં બોલ્યા હતા ત્યારે કેટલાય મુદ્દા પર ભાજપ પર ખૂબ જ પ્રહારો કર્યા. રાહુલ ગાંધીએ ધન્યવાદ પ્રસ્તાવની આડમાં કેટલાય મુદ્દા પર સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો. તેમણે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી લોકોને ડરાવવાનું કામ કરે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, અયોધ્યામાં ભાજપની આ નીતિને કારણે હારી. કારણ કે ત્યાંની જનતાને ડરાવાનું ધમકાવવાનું કામ કર્યું. તેમણે એમ પણ કહ્યું કે, દેશની જનતા હવે ભાજપની રાજનીતિને સારી રીતે સમજી ચૂકી છે. કોંગ્રેસ નેતાએ સદનમાં કહ્યું કે, ઈંડિયા ગઠબંધન ગુજરાતમાં ભાજપને હરાવી દેશે.

  • અમદાવાદમાં કોંગ્રેસના કાર્યાલયમાં શું થયું હતુ?

સોમવારે સદનમાં રાહુલ ગાંધીના નિવેદન બાદ મંગળવારે વહેલી સવારે 4 વાગ્યા સુમારે પાલડી સ્થિત કાર્યલાય ખાતે તોડફોડ કરવામાં આવી હતી. જે બાદ મંગળવારે સાંજે ભાજપ અને કોંગ્રેસના કાર્યકારો આમને સામને આવી ગયા હતા અને એકબીજા પર પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારામાં એક પોલીસકર્મીને પણ ઇજા પહોંચી હતી. ઘાયલ પોલીસકર્મીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.