bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

1 રૂપિયામાં 350 એકર? સૌરવ ગાંગુલીને મમતા સરકારથી મળેલી જમીનનો વિવાદ હાઈકોર્ટ પહોંચ્યો...  

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને ક્રિકેટર સૌરભ ગાંગુલીને મુખ્યમંત્રી મમતા બેનરજીની સરકાર દ્વારા જમીન ફાળવણીનો મામલો હાઈકોર્ટ પહોંચી ગયો છે. પ.બંગાળ સરકાર દ્વારા ગાંગુલીને 1 કે 2 પછી 10 નહીં પણ 350 એકર જમીનની ફાળવણી કરવામાં આવી છે. હાઈકોર્ટમાં ફાઈલ પીઆઈએલમાં દાવો કરાયો છે કે ગાંગુલીને આ જમીન ફક્ત 1 રૂપિયાની લીઝ પર ભાડે પટ્ટે ફાળવાઈ છે. હવે આ મામલે ચીટફંડ કેસ માટે રચાયેલી બેન્ચ સુનાવણી કરશે.  

  • મામલો શું છે? 

પીઆઈએલમાં દાવો કરાયો છે કે પ.બંગાળ સરકારે પ્રયાગ ગ્રૂપને પશ્ચિમ મેદિનીપુર જિલ્લાના ચંદ્રકોનામાં ફિલ્મ સિટી બનાવવા 750 એકર જમીન ફાળવી હતી. સામે પ્રયાગ સમૂહે 2700 કરોડના રોકાણનો વાયદો કર્યો હતો. જોકે પછીથી આ કંપનીનું ચીટફંડ કૌભાંડમાં સંકળાયો અને હોબાળો મચી ગયો. જેના પછી સરકારે રોકાણકારોને પૈસા પાછા અપાવવા માટે પ્રયાગ સમૂહની તમામ સંપત્તિ જપ્ત કરી. જેમાં ચંદ્રકોણાની 750 એકર જમીન સામેલ હતી. 

 

  • ગાંગુલીને કેમ આપી જમીન? 

ત્યારપછી રાજ્યની મમતા સરકારે ગાંગુલીને 350 એકર જેટલી જમીન એક સ્ટીલ ફેક્ટરી બનાવવા માટે આપી હતી એ પણ 999 વર્ષની લીઝ પર. હવે હાઈકોર્ટમાં થયેલી પીઆઈએલમાં ગાંગુલીને નજીવી કિંમતે મળેલી આ જમીન ફાળવણીને પડકારવામાં આવી છે. ગાંગુલી સામે પીઆઈએલ ફાઈલ કરનારા અરજદારના વકીલે કહ્યું કે ચીટફંડ કૌભાંડના નાના રોકાણકારોને જમા રકમ પરત કેવી રીતે આપી શકાય તેની યોજના બનાવવા સેવાનિવૃત્ત જજ એસ.પી.તાલુકદારના નેતૃત્વમાં એક સમિતિ બનાવાઈ હતી.  

 

  • મામલો ક્યાં ગુંચવાયો? 

અરજદારે દાવો કર્યો હતો કે ચંદ્રકોનાની જપ્ત કરાયેલી મિલકત-જમીન વેચી નાખી રોકાણકારો અને માલિકોને પૈસા આપવાની જરૂર હતી જ્યાં મમતા સરકારે એવું ન કર્યું. બીજી બાજુ સૌરવ ગાંગુલીને આ જમીનનો એક મોટો હિસ્સો 999 વર્ષ માટે કારખાનું બાંધવા લીઝ પર આપી દીધો.અરજદારે સવાલ કર્યો કે આ જમીન સરકાર કેવી રીતે કોઈને આપી શકે? આ જમીન રોકાણકારોના પૈસે ખરીદવામાં આવી હતી અને રોકાણકારોને એ પૈસા પરત મળે એ જવાબદારી સરકારની હતી.