bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

અમીરોની લિસ્ટમાં ટોપ 10માં સામેલ થયા અંબાણી, જાણો કેટલી છે નેટવર્થ

 


વિશ્વના અમીરોની માહિતી આપતી વેબસાઈટ ફોર્બ્સે તાજેતરમાં વિશ્વના ટોચના અમીરોની યાદી જાહેર કરી છે. ફોર્બ્સ દ્વારા જાહેર કરાયેલ 2024ના અબજોપતિઓની યાદી અનુસાર, ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી એક સમયે એશિયામાં નંબર 1 હતા. આ સાથે જ તે ફોર્બ્સની યાદીમાં ટોપ 10માં પણ છે. વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલવીએમએચના માલિક બર્નાર્ડ આર્નોલ્ટ છે.  દુનિયાના ટોપ 10 અમીર લોકો અને તેમની નેટવર્થ વિશે જણાવીએ.


ફ્રાન્સના બર્નાર્ડ આર્નોલ્ટ અને તેમનો પરિવાર મંગળવારે જાહેર કરવામાં આવેલી ફોર્બ્સની યાદીમાં પ્રથમ ક્રમે આવી ગયા છે. બર્નાર્ડ આર્નોલ્ટ 233 અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં પ્રથમ સ્થાને પહોંચી ગયા છે. આ યાદીમાં બીજા સ્થાને અમેરિકાના TESLA અને SpaceX કંપનીના માલિક એલન મસ્ક છે, જેની કુલ સંપત્તિ 195 બિલિયન ડૉલર હોવાનું કહેવાય છે.

આ યાદીમાં અમેરિકા સ્થિત એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ 194 અબજ ડોલરની સંપત્તિ સાથે ત્રીજા સ્થાને પહોંચી ગયા છે. ચોથા સ્થાને મેટાના સ્થાપક અમેરિકન બિઝનેસમેન માર્ક ઝકરબર્ગ છે. પાંચમા નંબરે લેરી એલિસન છે, જેઓ ઓરીકલ કંપની ચલાવે છે, તેમની પાસે $141 બિલિયનની સંપત્તિ છે. વોરન બફેટ આ યાદીમાં છઠ્ઠા સ્થાને છે, તેમની પાસે 133 અબજ ડોલરની સંપત્તિ છે.

માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ 128 અબજ ડોલરની સંપત્તિ સાથે ફોર્બ્સની યાદીમાં સાતમા સ્થાને પહોંચી ગયા છે. 121 બિલિયન ડોલરની નેટવર્થ સાથે સ્ટીવ બાલ્મર આઠમાં નંબરે છે. ભારતના મુકેશ અંબાણી $116 બિલિયનની નેટવર્થ સાથે નવમા સ્થાને છે. તે જ સમયે, આલ્ફાબેટના સીઈઓ લેરી પેજ દસમા સ્થાને છે, તેમની કુલ સંપત્તિ 114 અબજ ડોલર છે.