bs9tvlive@gmail.com

06-April-2025 , Sunday

દેશભરના હજારો ATM ખાલીખમ, લોકો ભારે મુશ્કેલીમાં; શું થવાની છે કોઈ નવાજૂની?

ઘણા શહેરોમાં ATMમાં ​​રોકડ ન હોવાની ફરિયાદો આવી રહી છે. લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મોટો સવાલ એ છે કે આખરે ATMમાંથી પૈસા ક્યાં ગાયબ થઈ ગયા છે? કેમ ATM ખાલી પડ્યા છે? આની પાછળના કારણની તપાસ કરતા ETને જાણવા મળ્યું કે ATM સર્વિસ પ્રોવાઈડ કરતી એજીએસ ટ્રાન્ઝેકટ ટેક્નોલોજીસ (AGS Transact Technologies)ની હાલત ખરાબ છે. AGS Transact Technologies નાણાકીય કટોકટીનો સામનો કરી રહી છે (નાણાકીય સંકટ સામે ઝઝૂમી રહી છે).

કંપનીની હાલત ખરાબ

ETના રિપોર્ટ મુજબ, ગયા અઠવાડિયે કંપની અને તેના યુનિટ્સે 39 કરોડ રૂપિયાનું ડિફોલ્ટ કર્યું, CRISIL અને ઈન્ડિયા રેટિંગ્સે કંપનીને ડાઉનગ્રેડ કરી છે. કંપનીના તમામ 4 ઈન્ડિપેન્ડેન્ટ ડાયરેક્ટર્સે રાજીનામા આપી દીધા છે. AGS Transactના કર્મચારીઓએ રોકડ રિફિલ કરવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મહિનાઓથી પગાર ન મળતા કંપનીના કર્મચારીઓએ આ નિર્ણય લીધો છે.