bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

આજે માર્કેટ મજામાં નથી! હિંડનબર્ગના નવા રિપોર્ટને કારણે બજારની નબળી શરૂઆત, અદાણી ગ્રુપના શેરમાં ઘટાડો...

હિંડનબર્ગના અદાણી ગ્રુપ પરના નવા અહેવાલ બાદ આજે શેરબજારની શરૂઆત નબળી રહી હતી. BSE સેન્સેક્સ 375 પોઈન્ટના ઘટાડા સાથે 79330 ના સ્તર પર ખુલ્યો, જ્યારે NSE નો નિફ્ટી 47 પોઈન્ટ ના ઘટાડા સાથે 24320 ના સ્તર પર ખુલ્યો. શરૂઆતી ટ્રેડિંગમાં અદાણી ગ્રુપના શેરમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.

શુક્રવારે ભારતીય શેરબજારમાં સેન્સેક્સ 819.69 પોઈન્ટ અથવા 1.04% વધીને 79,705.91 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 50 250.50 પોઈન્ટ અથવા 1.04% વધીને 24,367.50 પર બંધ થયો હતો.

એ બાદ સપ્તાહના અંતે હિન્ડેનબર્ગ રિપોર્ટમાં સેબીના વડા સામેના આક્ષેપો લગાવ્યા હતા જેની અસર બજારમાં દેખાઈ રહી છે, પરંતુ જેટલી આશંકા હતી એટલી નથી. જો કે અદાણી ગ્રુપના શેરોમાં ચોક્કસપણે ઘટાડો જોવા મળ્યો હતો.

હિંડનબર્ગના નવા અહેવાલે અદાણી ગ્રુપના શેરોમાં હલચલ મચાવી દીધી છે. શરૂઆતના વેપારમાં અદાણી પાવર 9 ટકાથી વધુ ઘટ્યો હતો. અદાણી વિલ્મરમાં 6 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. ટૂંકમાં અદાણીના દરેક શર્મા ભારે ઘટાડો નોંધાયો હતો.