સુરતની મહિલાએ વેસ્ટમાંથી બેસ્ટ 18 થીમ પર 3 લાખ ટૂકડાઓ બનાવી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.તેઓએ વેસ્ટ સામગ્રીનો ઉપયોગ કરીને ક્રિએટિવિટી અને કલા સર્જી હતી સુધા નાકરાણી સુર્મલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇનની સ્થાપક છે, આ માટે 18 હસ્તકલા શ્રેણીઓને તેને પ્રસ્તુત કરી છે, જેમ કે સિંધી વર્ક, માંચી વર્ક, કરાચી વર્ક, જરદોશી, અને ચિકંકારી જેવાં પરંપરાગત કાર્યરત છે. 6 વર્ષથી મહેનત કરી, સુધા નાકરાણીએ વેસ્ટમાંથી બેસ્ટ કલા સર્જી, જેમણે લોલીપોપ નળી, ખાલી નાની બોટલ, દવાના રેપર્સ અને બીજી ઘણી એવી વસ્તુઓનો ઉપયોગ કર્યો હતો, જે સામાન્ય રીતે ફેંકી દેવામાં આવે છે. આ રેકોર્ડ તેમના ગામ ચાલાલા (અમરેલી) માટે વિશેષ મહત્વ ધરાવે છે, કારણ કે તેણે પોતાનું સંકલ્પ ઉજવવા અને ગામના પ્રતિષ્ઠાને ઊંચો કરવાનો વિચાર કર્યું હતો. આ રેકોર્ડ અને શ્રેષ્ઠ કાર્યના નમૂનાના રૂપમાં, સુધા નાકરાણી એ લોકોને સંદેશ આપ્યો છે કે "મહિલાઓમાં અનોખું ટેલેન્ટ હોય છે, તે થોડી મહેનત અને વિશ્વાસથી આગળ વધી શકે છે."
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology