bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

દિલ્હી:  CBI ની રેડમાં થયો ચાઈલ્ડ ટ્રાફિકિંગ કૌભાંડનો પર્દાફાશ...

દિલ્હીના ઘણા વિસ્તારોમાં CBIએ દરોડા પાડ્યા છે. CBI સૂત્રો અને મીડિયા અહેવાલોનું માનીએ તો આ દરોડા બાળ તસ્કરી કેસમાં પાડવામાં આવ્યા છે. વિગતો મુજબ દરોડા દરમિયાન દિલ્હી-એનસીઆરના અલગ-અલગ વિસ્તારોમાંથી 7-8 બાળકોને છોડાવવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં નવજાત બાળકોના ખરીદ-વેચાણનો મામલો હોવાનું જણાય છે.

હાલમાં CBIની ટીમે આ કેસમાં કેટલાક લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા લોકોમાં હોસ્પિટલના વોર્ડ બોય સહિત કેટલીક મહિલાઓ અને પુરુષોનો સમાવેશ થાય છે. તપાસ એજન્સી આ તમામ લોકોની પૂછપરછ કરી રહી છે. હાલમાં CBIની ટીમ બાળકો વેચનાર મહિલા અને તેને ખરીદનાર વ્યક્તિની પૂછપરછ કરી રહી છે. આ કેસમાં CBIએ એક મહિલા સહિત કેટલાક લોકોની અટકાયત કરી છે જેમની પૂછપરછ ચાલી રહી છે.

CBIએ દિલ્હીના અલગ-અલગ વિસ્તારોમાં આ દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન CBIએ દિલ્હીના કેશવપુરમમાં એક ઘરમાંથી બે નવજાત શિશુઓને બચાવ્યા હતા. મળતી માહિતી મુજબ તાજેતરમાં જ દિલ્હીની હોસ્પિટલોમાંથી બાળકોના ગુમ થવાના સમાચાર આવ્યા હતા. આ પછી CBIને બાળકોની ખરીદી અને વેચાણની માહિતી મળી. જેને ધ્યાનમાં રાખીને આ દરોડો પાડવામાં આવ્યો છે