કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પત્ર લખીને પંજાબના મુખ્યમંત્રીને ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે રાજ્યમાં કાયદો વ્યવસ્થા યોગ્ય નથી. જો તેને સુધારવામાં નહીં આવે તો NHAI આઠ હાઈવે પ્રોજેક્ટ રદ કરી દેવાશે. દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસ વે પર થઈ રહેલી હિંસક ઘટનાઓને જોતાં કેન્દ્રીય મંત્રીએ આ ચેતવણીભર્યો પત્ર લખ્યો છે. આ આઠ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 14288 કરોડ છે.
ઉલ્લેખનીય છે કે દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસ વે ના નિર્માણ દરમિયાન ઘણા સ્થળો પર કામ રોકવા માટે હિંસક ઘટનાઓ જોવા મળી. આ એક્સપ્રેસ વે રાજધાની દિલ્હીથી માતા વૈષ્ણોદેવી કટરા સુધી બનાવવામાં આવી રહ્યો છે. ત્યાં તેનો એક ભાગ અમૃતસર સુધી પણ જોડાવાનો છે. એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટર્સ પર હુમલાને લઈને નીતિન ગડકરીએ નારાજગી વ્યક્ત કરી છે. લુધિયાણામાં પણ એનએચએઆઈના અધિકારીઓને ધમકી આપવામાં આવી છે કે તે આ પ્રોજેક્ટમાં કાર્યરત સ્ટાફને નુકસાન પહોંચાડશે.
નીતિન ગડકરીએ પોતાના પત્રમાં જમીન સંપાદનનો પણ મુદ્દો ઉઠાવ્યો છે. આ સિવાય તેમણે આ પત્રની સાથે હુમલાની તસવીરો પણ પુરાવા તરીકે મોકલી છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે સીધી રીતે મુખ્યમંત્રીએ ધ્યાન આપવાની જરૂર છે. દરમિયાન વિનંતી છે કાયદા વ્યવસ્થાને સુધારવા માટે મજબૂત પગલાં ઉઠાવવામાં આવે અને FIR નોંધીને દોષિતો વિરુદ્ધ એક્શન લેવામાં આવે જેથી ભવિષ્યમાં આ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે નહીં.
નીતિન ગડકરીએ એક મહિના પહેલા હાઈવે પ્રોજેક્ટની સમીક્ષા બેઠક કરી હતી અને આશ્વાસન આપ્યું હતું કે કાયદો વ્યવસ્થા અને જમીન સંપાલનના મુદ્દાને ઉકેલવામાં આવશે. કાયદો વ્યવસ્થા સુધારવાને લઈને કોઈ પગલાં ઉઠાવવામાં આવ્યા નથી પરંતુ સ્થિતિ વધુ વણસી ગઈ. જમીન સંપાદનના મુદ્દા સસ્પેન્ડ થવાના કારણે ઘણા સ્થળોએ ઠેકેદારોને નિશાન બનાવવામાં આવે છે. જો આવું જ ચાલતું રહ્યું તો આઠ હાઈવે પ્રોજેક્ટને રદ કર્યા સિવાય કોઈ વિકલ્પ રહેશે નહીં. એનએચએઆઈએ પહેલા જ ત્રણ હાઈવે પ્રોજેક્ટને જમીન ન હોવાના કારણે રદ કરી દીધાં છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology