વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીના દશાશ્વમેધ ઘાટ પર પૂજા કરી હતી. પીએમએ માતા ગંગાના આશીર્વાદ લીધા હતા. તેઓ આજે વારાણસીથી લોકસભા ચૂંટણી 2024 માટે ઉમેદવારી નોંધાવશે. વડાપ્રધાન મોદી વર્તમાન સાંસદ અને વારાણસીથી ઉમેદવાર છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વારાણસી લોકસભા સીટ પરથી ઉમેદવારી પત્ર ભરશે. પીએમ મોદીએ અગાઉ 2014 અને 2019માં વારાણસી લોકસભા સીટ પરથી ચૂંટણી જીતી હતી અને આ વખતે તેઓ ત્રીજી વખત અહીંથી ઉમેદવાર બનશે. PM મોદીના ઉમેદવારી પત્ર ભરતી વખતે તેમની સાથે 18 થી વધુ કેબિનેટ મંત્રીઓ હાજર રહેશે. PM મોદીએ સોમવારે સાંજે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં મદન મોહન માલવિયાની પ્રતિમાને પુષ્પાંજલિ કર્યા બાદ રોડ શો પણ કર્યો હતો. લોકસભા ચૂંટણી 2024ના સાતમા અને છેલ્લા તબક્કામાં 1 જૂને મતદાન થશે. આજે પીએમ મોદી વારાણસીથી ઉમેદવારી પત્ર ભરવાના છે.
વારાણસી ભાજપ અને મોદીનો ગઢ છે. તેમણે 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં બે વખત સીટ જીતી હતી. 2019 ની લોકસભા ચૂંટણીમાં, મોદીએ 674,664 થી વધુ મતો સાથે સીટ જીતી અને 63.6 ટકા વોટ શેર મેળવ્યો હતો. 2014 માં, મોદી બે લોકસભા બેઠકો - ગુજરાતના વડોદરા અને ઉત્તર પ્રદેશમાં વારાણસીથી ચૂંટણી લડ્યા હતા.પ્રવાસના કાર્યક્રમ અનુસાર, ઉમેદવારી પત્રો ભરતા પહેલા, મોદી વારાણસીમાં નમો ઘાટની ક્રુઝ ટ્રીપ પણ કરી શકે છે. નામાંકન પ્રક્રિયા બાદ વડાપ્રધાન રુદ્રાક્ષ કન્વેન્શન સેન્ટર ખાતે ભાજપના કાર્યકરો સાથે બેઠક કરશે. બીજેપીના એક નેતાએ કહ્યું કે જ્યારે મોદી પોતાનું નામાંકન ભરશે ત્યારે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત 12 ભાજપ શાસિત અને સહયોગી રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહે તેવી શક્યતા છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology