bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

  અરવિંદ કેજરીવાલ હાલ તિહાર જેલમાંથી સરકાર ચલાવશે, દિલ્હી હાઈકોર્ટે આપ્યો આદેશ....

દિલ્હી હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલને ઝટકો આપતા, દિલ્હી હાઈકોર્ટે( મંગળવારે ) એટલે કે આજે કથિત એક્સાઈઝ નીતિ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ 
 કેસમાં તેમની ધરપકડને પડકારતી તેમની અરજીને ફગાવી દીધી હતી. મતલબ કે તે અત્યારે તિહાર જેલમાં જ રહેશે અને ત્યાંથી સરકાર ચલાવશે. જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માએ આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજકની અરજી પર પોતાનો આદેશ આપ્યો.જજે ચુકાદો વાંચી સંભળાવતા કહ્યું કે આ અરજી જામીન માટે નથી પરંતુ કેજરીવાલે તેમની ધરપકડને પડકારવા માટે અરજી દાખલ કરી હતી. કોર્ટે કહ્યું છે કે ઇડી દ્વારા એકત્રિત કરવામાં આવેલા પુરાવાઓ પરથી એ બતાવી રહ્યું છે કે આ કેસમાં અરવિંદ કેજરીવાલની સંડોવણી છે. કોર્ટે કહ્યું કે પુરાવા બતાવે છે કે લાંચ કૌભાંડમાં કેજરીવાલની સક્રિય ભૂમિકા હતી. તેઓ લાંચ લેવા વિશે જાણતા હતા.