bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

બીજી વખત નહીં લેવાય NEETની પરીક્ષા' , SCનો મોટો ચુકાદો, CJIએ આ મુદ્દા ટાંક્યા...  

સુપ્રીમ કોર્ટે NEET પરીક્ષાને લઈને દાખલ કરવામાં આવેલી અરજીઓ પર પોતાનો નિર્ણય આપ્યો છે. NEET પેપર લીક પર ચુકાદો આપતી વખતે CJI ચંદ્રચુડે કહ્યું કે પેપર લીક મોટા પાયે થયું નથી. NTAએ ભવિષ્યમાં કાળજી લેવી જોઈએ. આ પ્રકારની બેદરકારી ટાળવી જોઈએ. અમે NEETની પુનઃપરીક્ષાની માંગને ફગાવી રહ્યા છીએ. નોંધનિય છે કે, 23 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટે NEETની ફરીથી પરીક્ષા આપવાનો ઈન્કાર કરી દીધો હતો. 

NEET પેપર લીક પર ચુકાદો આપતી વખતે CJI ચંદ્રચુડે કહ્યું કે પેપર લીક મોટા પાયે થયું નથી. NTAએ ભવિષ્યમાં કાળજી લેવી જોઈએ. આ પ્રકારની બેદરકારી ટાળવી જોઈએ. અમે NEETની પુનઃપરીક્ષાની માંગને ફગાવી રહ્યા છીએ. CJIએ કહ્યું કે અમે એ નિષ્કર્ષ પર પહોંચ્યા છીએ કે પેપરનો કોઈ ભંગ થયો નથી. લીક માત્ર પટના અને હજારીબાગ પૂરતું મર્યાદિત હતું. અમે NTA ની માળખાકીય પ્રક્રિયાઓમાં તમામ ખામીઓને પ્રકાશિત કરી છે. વિદ્યાર્થીઓના ભલા માટે અમે આ સહન કરી શકતા નથી.