bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

સાઉથ એક્ટર ડેનિયલ બાલાજીનું હાર્ટ એટેકથી નિધન, માત્ર 48 વર્ષની વયે દુનિયાને કહ્યું અલવિદા...

 


એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી માંથી વધુ ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. સાઉથ સિનેમાના જાણીતા અભિનેતાતા ડેનિયલ બાલાજીનું માત્ર 48 વર્ષે હાર્ટઅટેકને કારણે નિધન થયું છે. ડેનિયલનું શુક્રવારે એટલે કે 29 માર્ચ રાત્રે ચેન્નાઈની એક ખાનગી હોસ્પિટલમાં હાર્ટ એટેકથી મોત થયું હતું.

અભિનેતાનું ગઈ કાલે હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું. ગઈકાલે તેને અચાનક છાતીમાં દુખાવો થવા લાગ્યો. ત્યારબાદ તેને ચેન્નાઈના કોટિવાકમની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન અભિનેતાનું મોત થયું હતું. ડેનિયલ બાલાજીના પાર્થિવ દેહને આજે પુરસાઈવલકમ સ્થિત તેમના નિવાસ સ્થાને દફનાવવામાં આવશે. ડેનિયલના પ્રિયજનો તેમના નિધનથી આઘાતમાં છે. સોશિયલ મીડિયા પર લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

ડેનિયલ બાલાજી લાંબા સમયથી ઈન્ડસ્ટ્રીમાં છે. તેઓ લગભગ ત્રણ દાયકાથી સિનેમામાં કામ કરી રહ્યા છે. તેણે તેની કારકિર્દીની શરૂઆત કમલ હાસનની ફિલ્મ મરુધનાયાગમથી કરી હતી, જે ક્યારેય રિલીઝ થઈ નહોતી. પ્રથમ ફિલ્મ રીલિઝ થવામાં નિષ્ફળ ગયા પછી, ડેનિયલ ટીવી તરફ વળ્યો અને સિરિયલ ચિઠ્ઠીથી નામ કમાયો. આ સીરિયલ પછી તેનું નામ ડેનિયલ રાખવામાં આવ્યું.

ડેનિયલની બીજી સિરિયલ અલાઈગલના ડિરેક્ટર સુંદર કે વિજયને તેમને તેમનું નામ બદલીને ડેનિયલ રાખવાનું સૂચન કર્યું હતું, કારણ કે ચિઠ્ઠીમાં તેમનું પાત્ર તેમને અનુકૂળ હતું. જણાવી દઈએ કે ડેનિયલ બાલાજીએ પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. તેણે અત્યાર સુધી પડદા પર ઘણી ભૂમિકાઓ ભજવી છે, પરંતુ તેને સૌથી વધુ લોકપ્રિયતા વિલનની ભૂમિકાથી મળી.