bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

આજે ડોક્ટરોની દેશવ્યાપી હડતાળ...

કોલકાતામાં લેડી ડોક્ટરને ન્યાયની માગણીએ આજથી રેસિડન્ડ ડોક્ટરો હડતાળ પર ઉતર્યાં છે. કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં ટ્રેઈની ડોક્ટરના રેપ-મર્ડરનો મામલો વિસ્ફોટક બન્યો છે. હાઈકોર્ટના આદેશ પર તપાસ સંભાળ્યાં બાદ સીબીઆઈએ જોરદાર એક્શનમાં આવી છે અને કોલકાતાની મેડિકલ કોલેજમાં ધામા નાખ્યાં છે અને તપાસના ભાગરુપે લેડી ડોક્ટરનું પોસ્ટ મોર્ટમ કરનાર 3 ડોક્ટરોની પૂછપરછ કરી છે અને કેટલાકને પૂછપરછની નોટીસ પાઠવી છે. સીબીઆઈએ ક્રાઈમ સીન પર પણ તપાસ શરુ કરી છે. કઈ કઈ સેવાઓ બંધ રહેશે ડોક્ટરોની હડતાળને પગલે સૌથી મોટી અસર ઓપીડી પર થશે. ઓપીડી સેવાઓ ખોરવાતાં સારવાર માટે આવતાં લોકોને સીધી અસર થશે. દિલ્હી સહિતના બીજા રાજ્યોને તેની અસર થશે. જોકે આ રેસિડન્ટ ડોક્ટરોની હડતાળ છે. તોડફોડ કેસમાં 12 લોકોની ધરપકડ મેડિકલ કોલેજના ઈમરજન્સી વોર્ડમાં તોડફોડ કરનારા 12 લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. લેડી ડોક્ટરના રેપ અને મર્ડરના વિરોધમા બુધવારે અડધી રાતે મોટું વોર્ડમાં ઘુસી ગયું હતું અને ભારે તોડફોડ મચાવી હતી. 
 

કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં 9 ઓગસ્ટની સવારે 31 વર્ષીય લેડી ડોક્ટરની સેમી ન્યૂડ ડેડબોડી મળી આવ્યાં હતી. ડોક્ટરના આંગળીઓ, પેટ, પ્રાઈવેટ પાર્ટ અને અન્ય ઘણા ભાગોમાં ઊંડી ઈજાઓ અને લોહી વહેતું હોવાનું જણાયું હતું. સિવિલ વોલિન્ટીયર સંજય રોયે તેની પર જધન્ય રેપ કરીને ઘાતકી હત્યા કરી નાખી હતી આરોપીએ પીડિતાનું મોં દબાવી રાખ્યું હતું અને તેનું માથું જમીન પર સતત પછાડ્યું હતું અત્યંત ક્રૂર રીતે તેની સાથે રેપ અને મર્ડર કર્યું હતું. આ હત્યાકાંડે સમગ્ર બંગાળને હચમચાવી નાખ્યું છે.