લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામની પસંદગી આજે દિલ્હીમાં મળનારી બેઠકમાં થશે. ગુજરાતના લોકસભા વિસ્તાર પ્રમાણેના ભાજપના ઉમેદવારોના નામો પર બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. એટલુ જ નહીં ઉમેદવારોના નામ પર અંતિમ મહોર પણ મારવામાં આવશે.
લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારોના નામ માટે ભાજપની કવાયત ચાલી રહી છે. ગઈકાલે દિલ્હીમાં કોર ગ્રુપની બેઠક મળ્યા બાદ આજે ભાજપની રાષ્ટ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળશે. લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોને લઇ મંથન ચાલી રહ્યુ છે. વડાપ્રધાન મોદી અને અમિત શાહની હાજરીમાં બેઠકમાં ઉમેદવારોના નામ પર ચર્ચા થશે.
દિલ્હીમાં 8 રાજ્યોના ઉમેદવારોના નામ પર મંથન થશે. ઉમેદવારોની પ્રથમ યાદી આજે જાહેર થઇ શકે છે. બેઠક બાદ ઉમેદવારોની યાદી જાહેર થઇ શકે છે. આજે 100-120 ઉમેદવારોના નામ જાહેર થઇ શકે છે અને આ જાહેરાત મોડી રાતે થવાની શક્યતા છે. જેમાં ગુજરાતની કેટલીક બેઠકના ઉમેદવાર જાહેર થઇ શકે છે.
ગુજરાતની તમામ બેઠકો પર 10થી વધુ દાવેદારોએ દાવેદારી નોંધાવી છે. માત્ર 2 જ બેઠકમાં પાર્લામેન્ટ્રી બોર્ડે એક નામ પર મહોર લગાવી છે. ગાંધીનગર, નવસારી અને જામનગરના વર્તમાન સાંસદના નામ પર પાર્લામેન્ટ્રી બોર્ડની મહોર લાગી ગઇ છે. અમિત શાહ,સી આર પાટીલ અને પૂનમ માડમ યથાવત રહેવાના છે. અન્ય લોકસભા બેઠક માટે ત્રણ-ત્રણ નામ પર ચર્ચા ચાલી રહી છે, તો કેટલાક વર્તમાન સાંસદ પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology