bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

જેલમાંથી ચાલી રહી છે દિલ્હી સરકાર! ED કસ્ટડીમાંથી CM કેજરીવાલે જાહેર કર્યો મોટો આદેશ...  

કથિત દારુ કૌભાંડમાં EDની કસ્ટડીમાં મોકલાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હવે ત્યાંથી સરકાર ચલાવી રહ્યા છે. તેમની અટકાયત દરમિયાન જ કેજરીવાલે દિલ્હી સરકાર સાથે સંબંધિત તેમનો પહેલો આદેશ જાહેર કર્યો હતો. સીએમ કેજરીવાલે પાણી વિભાગ માટે આદેશો જાહેર કર્યા. અહેવાલ છે કે આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હી સરકારના મંત્રી આતિષી રવિવારે 24 માર્ચે પ્રેસ કોન્ફરન્સ કરશે અને સીએમના આદેશ વિશે માહિતી આપશે.


દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રિમાન્ડ પર પોતાનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે અરવિંદ કેજરીવાલના 28 માર્ચ સુધી EDને રિમાન્ડ આપ્યા છે.