સુપ્રીમકોર્ટની સાત જજોની બેન્ચે આજે એક મહત્ત્વપૂર્ણ કેસમાં ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો. નોટના બદલે વોટ કેસમાં સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. આજે (4 માર્ચ, 2024), 1998ના પોતાના જ આદેશને પલટી નાખતાં સુપ્રીમકોર્ટે વોટના બદલે નોટ મામલે ફસાયેલા સાંસદોને કાનૂની સંરક્ષણ આપવાનો ઈનકાર કરી દીધો છે. આ વિશેષાધિકાર હેઠળ આવતું નથી.સુપ્રીમકોર્ટે કહ્યું કે વિશેષાધિકાર હેઠળ હવે સાંસદોને છૂટ નહીં મળે. વોટ માટે નોટ લેનારાઓ સામે પણ કાર્યવાહી કરવાનો સુપ્રીમકોર્ટે આદેશ આપ્યો હતો. સુપ્રીમકોર્ટે કહ્યું હતું કે વોટ માટે લાંચ લેવી એ કાયદાનો ભાગ નથી.
આ દરમિયાન કોર્ટે કહ્યું કે લાંચ લેનાર વ્યક્તિએ લાંચ આપનારના મત પ્રમાણે મત આપ્યો કે નહીં તેનાથી કોઈ ફરક પડતો નથી. વિશેષ વિશેષાધિકાર ગૃહના સામાન્ય કાર્યને લગતી બાબતો માટે છે. મત માટે લાંચ લેવી એ કાયદાકીય કામનો ભાગ નથી.
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે 1998ના નરસિમ્હા રાવના નિર્ણયને પલટી નાખ્યો હતો. આ કેસમાં મુખ્ય ન્યાયાધીશની આગેવાની હેઠળની 7 જજોની બેન્ચનો સંયુક્ત નિર્ણય છે, જેની સીધી અસર ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ)ના સીતા સોરેન પર પડશે. જ્યારે તેઓ ધારાસભ્ય હતા, ત્યારે તેમણે 2012ની રાજ્યસભાની ચૂંટણીમાં મત આપવા માટે લાંચ લેવાના કેસમાં રાહત માંગી હતી.સાંસદોને કલમ 105(2) હેઠળ અને ધારાસભ્યોને કલમ 194(2) હેઠળ કાર્યવાહીમાંથી મુક્તિ આપવામાં આવી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે લાંચ લેવાના કિસ્સામાં આ છૂટ આપી શકાય નહીં.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology