કાશ્મીરના પુલવામામાં 2019ની 14મી ફેબ્રૂઆરીએ સી.આર.પી.એફના કાફલા પર થયેલા આતંકવાદી હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા. આજે આ હુમલાની વરસીના દિવસે PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પુલવામામાં શહીદ થયેલા વીરોને શ્રદ્ધાંજલિ અપર્ણ કરી છે.આ આજે એટલે કે 14 ફેબ્રુઆરી અને બુધવારે જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં થયેલા આતંકવાદી હુમલાને પાંચ વર્ષ પૂર્ણ થયા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે પુલવામા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, 'હું પુલવામામાં શહીદ થયેલા વીરોને શ્રદ્ધાંજલિ આપું છું. દેશ માટે તેમની સેવા અને બલિદાન હંમેશા યાદ રહેશે. બુધવારે જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં થયેલા આતંકવાદી હુમલાને પાંચ વર્ષ પૂર્ણ થયા છે.
વર્ષ 2019નો આજનો દિવસ એટલે કે 14 ફેબ્રુઆરીના દિવસે જ પુલવામાં થયેલ આતંકવાદી હુમલામાં આપણાં 40 વીર જવાનો શહીદ થયા હતા. આજે આ હુમલાની વરસીના દિવસે PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પુલવામામાં શહીદ થયેલા વીરોને શ્રદ્ધાંજલિ અપર્ણ કરી છે. મહત્વનું છે કે, આ આજે એટલે કે 14 ફેબ્રુઆરી અને બુધવારે જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં થયેલા આતંકવાદી હુમલાને પાંચ વર્ષ પૂર્ણ થયા છે.
ભારતે પુલવામામાં ઘટના બાદ આંતકવાદીઓને પાઠ ભણવા આક્રમક વલણ લીધું હતું. 26 ફેબ્રુઆરી 2019ના રોજ, ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં પ્રવેશ કર્યો અને હવાઈ હુમલા દ્વારા આતંકવાદી છાવણીઓનો નાશ કર્યો. 27 ફેબ્રુઆરીએ, પાકિસ્તાનની વાયુસેના ભારતને જવાબ આપવા માટે જમ્મુ અને કાશ્મીરમાં પ્રવેશ કરે છે અને હવાઈ હુમલો કરે છે. જવાબમાં ભારતીય વાયુસેના પણ ઉતરે છે. જો કે આ દરમિયાન ભારતીય મિગ-21 પાકિસ્તાની સેનાના હુમલામાં આવે છે અને પાકિસ્તાનમાં પડી જાય છે. આ પછી પાકિસ્તાની સૈનિકોએ મિગ-21ના પાયલટ અભિનંદન વર્ધમાનને પકડી લીધા હતા. 1 માર્ચ, 2019 ના રોજ, અમેરિકા અને અન્ય દેશોના દબાણને કારણે, પાકિસ્તાની સેનાએ અભિનંદન વર્ધમાનને મુક્ત છોડી દીધા હતા.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology