બિહારના લખીસરાયથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે. 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયાં છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, આ ઘટના રામગઢચોક પોલીસ સ્ટેશન વિસ્તારના બિહારૌરા ગામમાં બની હતી. આ ઘટના આજે રાત્રે 1.30 થી 2 વાગ્યાની વચ્ચે બની હતી. કહેવામાં આવી રહ્યું છે કે કોઈ અજાણ્યા વાહને ઓટોને જોરથી ટક્કર મારી હતી, જેના કારણે ઓટોના ટુકડા થઈ ગયા હતા. આ અકસ્માત લખીસરાય-સિકંદરા મુખ્ય માર્ગ પર બિહારૌરા ગામ પાસે થયો હતો.
અહીં 15 લોકો ઓટોમાં મુસાફરી કરી રહ્યા હતા, ત્યારે કોઈ અજાણ્યા વાહને ઓટોને જોરદાર ટક્કર મારી હતી. અથડામણને કારણે હોબાળો મચી ગયો હતો, 9 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે અન્ય ઘાયલ થયા હતા. મૃતકોમાં 8 લોકો મુંગેર જિલ્લાના જમાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી છે. આ તમામ લોકો કેટરિંગનું કામ કરતા હતા, જેઓ કામ કરીને સિકંદરાથી લખીસરાઈ આવતા હતા.
મૃતકોમાં ઓટો ડ્રાઈવર મનોજ કુમાર, દિવાના કુમાર, છોટુ કુમાર, રામુ કુમાર, અમિત કુમાર સહિત 9 લોકોનો સમાવેશ થાય છે. ઓટો ડ્રાઈવર મનોજ જિલ્લાના મહિસોના ગામનો હતો. 5 ઘાયલોને સારવાર માટે પટના પીએમસીએચમાં રીફર કરવામાં આવ્યા છે. જ્યારે આસપાસના લોકોને ઘટનાની જાણ થઇ ત્યારબાદ તેઓએ પોલીસને જાણ કરી હતી.ઘટનાની માહિતી મળતાં જ આસપાસના અનેક પોલીસ સ્ટેશનોની પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે ઇજાગ્રસ્તોને સારવાર માટે સદર હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ઘાયલોની હાલત નાજુક હોવાનું કહેવાય છે. પોલીસ આ સમગ્ર મામલાની તપાસમાં વ્યસ્ત છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology