bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં મોટું ભંગાણ: હિસારના બીજેપી સાંસદ બ્રિજેન્દ્ર સિંહે પાર્ટીમાંથી આપ્યુ રાજીનામું....

હિસારના બીજેપી સાંસદ બ્રિજેન્દ્ર સિંહે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને પોતાના રાજીનામાની માહિતી આપી હતી. બ્રિજેન્દ્ર સિંહે કહ્યું કે મેં રાજકીય કારણોસર ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું છે. તેમણે કહ્યું કે મને હિસારના સંસદસભ્ય તરીકે સેવા આપવાની તક આપવા બદલ હું પાર્ટી તેમજ પીએમ મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને અમિત શાહનો આભાર માનું છું.


બ્રિજેન્દ્ર સિંહે ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ રાજકીય વર્તુળોમાં અટકળોનો દોર શરૂ થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે બ્રિજેન્દ્ર સિંહ હવે કોંગ્રેસનો 'હાથ' પકડી શકે છે. વાસ્તવમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી બિરેન્દ્ર સિંહ અને ભાજપના પૂર્વ સાંસદ બ્રિજેન્દ્ર સિંહ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને તેમના ઘરે મળવા માટે દિલ્હી પહોંચ્યા હતા