bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

શું સુપ્રીમ કોર્ટ CAA પર મૂકશે પ્રતિબંધ ? 230થી વધુ અરજીઓ પર આજે સુનાવણી...

 

આજે (19 માર્ચ 2024) સુપ્રીમ કોર્ટ નાગરિકતા સંશોધન કાયદા (CAA) સંબંધિત અનેક અરજીઓ પર સુનાવણી કરશે. આ અરજીઓમાં, નાગરિકતા (સુધારા) કાયદાની બંધારણીય માન્યતાને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ નિર્ણય ન કરે ત્યાં સુધી આ કાયદાને લાગુ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણય પર રોક લગાવવાની માંગ કરવામાં આવી છે. .તેમનું કહેવું છે કે આ કાયદો મુસ્લિમો વિરુદ્ધ પક્ષપાતી છે.આ સિવાય તે બંધારણના મૂળભૂત સિદ્ધાંતોની વિરુદ્ધ છે.CJIની આગેવાની હેઠળના જસ્ટિસ જે.બી. પારડીવાલા અને મનોજ મિશ્રાની બેન્ચ સમક્ષ આ અરજીઓ પર સુનાવણી કરવાની અપીલ કરવામાં આવી હતી. 

ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML) તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલકપિલ સિબ્બલેસુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે એકવાર શરણાર્થી હિંદુઓને નાગરિકતા મળી જાય પછી તેને પાછી લઈ શકાય નહીં.તેથી આ કેસની તાકીદે સુનાવણીની જરૂર છે.તમને જણાવી દઈએ કે નાગરિકતા સંશોધન બિલ 2019માં જ સંસદમાં પસાર થયું હતું અને કાયદો પણ બની ગયો હતો.આ કાયદા હેઠળ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના લઘુમતી શરણાર્થીઓ કે જેઓ 31 ડિસેમ્બર, 2014 પહેલા ભારત આવ્યા હતા, તેમને ફાસ્ટ ટ્રેક ધોરણે નાગરિકતા આપવામાં આવશે.સરકારે આ માટે એક પોર્ટલ પણ શરૂ કર્યું છે.

આ કાયદા હેઠળ, બિન-મુસ્લિમો એટલે કે હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તીઓને નાગરિકતા આપવાની જોગવાઈ છે.કેરળની રાજકીય પાર્ટી IUML CAA લાગુ થયાના એક દિવસ બાદ જ સુપ્રીમ કોર્ટમાં પહોંચી હતી.અરજીમાં કહેવામાં આવ્યું હતું કે આ કાયદા પર પ્રતિબંધ મૂકવો જોઈએ.જેમાં મુસ્લીમ સમાજ સામે કોઈ કાર્યવાહી ન કરવા પણ માંગ કરવામાં આવી હતી.IUML, DYFI ઉપરાંત કોંગ્રેસના દેબબ્રત સાયકા, અબ્દુલ ખાલિક અને અસદુદ્દીન ઓવૈસીએ પણ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. CAA વિરુદ્ધ 237 અરજીઓ પેન્ડિંગ છે, CJIએ કહ્યું હતું કે, મંગળવારે 190 થી વધુ કેસોની સુનાવણી થશે.