કર્ણાટક સરકારને આજે બોમ્બની ધમકીનો ઈમેલ મળ્યો હતો જેમાં પ્રેષકે શનિવારે બેંગલુરુમાં વિસ્ફોટની ચેતવણી આપી હતી. ઈમેલમાં કહેવામાં આવ્યું છે કે વિસ્ફોટ બપોરે 2.48 વાગ્યે શહેરમાં થશે, જેમાં મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા, નાયબ મુખ્ય પ્રધાન ડીકે શિવકુમાર, ગૃહ પ્રધાન અને બેંગલુરુ પોલીસ કમિશનરને નિશાન બનાવવામાં આવશે. આ ઈમેલ શાહિદ ખાન નામના વ્યક્તિ દ્વારા મોકલવામાં આવ્યો હતો.
આ સાથે ધમકીમાં કહેવામાં આવ્યું છે કે બસ, ટ્રેન, મંદિર, હોટલ અને અંબરી ઉત્સવમાં પણ બોમ્બ મુકવામાં આવ્યા છે. ધમકીભર્યો ઈમેલ મળ્યા બાદ પોલીસ એક્શનમાં આવી છે.
સાયબર ક્રાઈમ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. બેંગલુરુ પોલીસ કમિશનરને અલગથી ધમકી મળી છે. જેના કારણે સ્થિતિ વધુ ગંભીર બની છે. આ મામલાની તપાસ માટે બેંગ્લોર સાયબર ક્રાઈમ પોલીસની એક ટીમ તૈનાત કરવામાં આવી છે. સમગ્ર કર્ણાટકમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology