કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે આવશે. ગૃહપ્રધાન અમિત શાહ રૂ.1,548.42 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. અમદાવાદમાં ઔડા અને AMCના વિવિધ 7 પ્રોજેક્ટનું લોકાર્પણ-ખાતમૂર્હુત કરશે.
અમિત શાહના હસ્તે 39 જેટલા લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત થશે. જેમાં 899.05 કરોડ રુપિયાના 35 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને રૂ.649.37 કરોડના વધારાના 23 પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે. પ્રથમ સવારે 10 કલાકે થલતેજ વોર્ડમાં નવનિર્મિત સામુહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરશે. જે બાદ તેઓ રામદેવ પીર ટેકરા ખાતે 444 કરોડ રુપિયાના ખર્ચે તૈયાર કરેલા 588 આવાસનું લોકાર્પણ કરશે.
તેઓ ગાંધીનગર લોકસભા મતવિસ્તારના પૂર્વ-પશ્ચિમ ઝોનમાં વિકાસકાર્યોની ભેટ આપશે. તો ગાંધીનગર પ્રીમિયર લીગના ઉદઘાટન સમારોહમાં કેન્દ્રીય ગૃહપ્રધાન કરશે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology