ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ સતત પોતાનો બિઝનેસ વિસ્તારી રહી છે. રિલાયન્સે લોકપ્રિય ટોફી ‘પાન પસંદ’અને ટુટી ફ્રુટી બ્રાન્ડ્સને હસ્તગત કરી છે. રિલાયન્સ કન્ઝ્યુમરે રાવલગાંવ સુગર ફાર્મની કોફી બ્રેક અને પાન પસંદ જેવી કન્ફેક્શનરી બ્રાન્ડ્સ હસ્તગત કરી છે. આ અધિગ્રહણ 27 કરોડ રૂપિયામાં કરવામાં આવ્યું છે.
રાવલગાંવ સુગર ફાર્મમાં મેંગો મૂડ, કોફી બ્રેક, ટુટી ફ્રુટી, પાન પસંદ, ચોકો ક્રીમ અને સુપ્રીમ જેવી બ્રાન્ડ્સ છે. આ ડીલ હેઠળ રાવલગાંવ સુગર ફાર્મ્સે આ ઉત્પાદનોના ટ્રેડમાર્ક, ઉત્પાદન રેસિપી અને તમામ બૌદ્ધિક સંપદા હકો રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ એટલે કે RCPL ને વેચ્યા છે.
RCPL એ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ એટલે કે RRVL ની પેટાકંપની છે, જે રિલાયન્સ ગૃપની રીટેલ શાખા છે. રાવલગાંવ સુગર ફાર્મ્સે સ્ટોક એક્સચેન્જ ફાઈલિંગમાં જણાવ્યું હતું કે તેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 27 કરોડ રૂપિયાની ડીલમાં આ બ્રાન્ડ્સના ટ્રેડમાર્ક અને બૌદ્ધિક સંપદા અધિકારોના વેચાણ અને ટ્રાન્સફરને RCPLને મંજૂરી આપી છે.
રાવલગાંવ સુગરે જણાવ્યું હતું કે, ડીલ પૂર્ણ થયા બાદ પણ અન્ય તમામ સંપત્તિઓ જેમ કે મિલકત, જમીન, પ્લાન્ટ, ઇમારતો, સાધનો, મશીનરી તેના દ્વારા જાળવી રાખવામાં આવશે. કંપનીએ કહ્યું કે તાજેતરના વર્ષોમાં તેના કન્ફેક્શનરી બિઝનેસને ટકાવી રાખવાનું મુશ્કેલ બન્યું છે. સંગઠિત અને અસંગઠિત બંને ખેલાડીઓની વધતી સ્પર્ધાને કારણે તેણે બજાર હિસ્સો ગુમાવ્યો છે.
મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના રાવલગાંવ ગામમાં વર્ષ 1933 માં વાલચંદ હીરાચંદે ખાંડની મિલની સ્થાપના કરી હતી. વર્ષ 1942 માં આ કંપનીએ રાવલગાંવ બ્રાન્ડ હેઠળ ટોફી બનાવવાનું શરૂ કર્યું. આ કંપની પાસે પાન પસંદ, મેંગો મૂડ અને કોફી બ્રેક જેવી 9 બ્રાન્ડ્સ છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology