bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

લાલ બહાદુર શાસ્ત્રીના પૌત્રએ છોડ્યો કોંગ્રેસનો પંજો, આજે ભાજપમાં જોડાય તેવી શક્યતા...

 

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો લાગ્યો છે.પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના પૌત્ર વિભાકર શાસ્ત્રીએ કોંગ્રેસ પાર્ટી છોડી દીધી છે. તેમણે આજે રાજીનામું આપી દીધું હતું. હવે તે પણ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે.

વિભાકર શાસ્ત્રીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર તેમના રાજીનામાની જાહેરાત કરી હતી. વિભાકરે તેમાં લખ્યું કે પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી હું રાજીનામું આપી રહ્યો છું. તેઓ આજે બપોરે જ સત્તાવાર રીતે ભાજપમાં જોડાઈ જાય તેવી શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં કોંગ્રેસમાં જાણે રાજીનામાંની લહેર ચાલી હોય તેમ એક પછી એક મોટા અને જાણીતા નેતાઓ રાજીનામું આપીને ભાજપમાં જોડાતા જઈ રહ્યા છે. હાલમાં મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણ પણ કોંગ્રેસ છોડી ગયા હતા અને તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા. તેમના પહેલાં જાણીતા નેતા બાબા સિદ્દિકીએ પણ કોંગ્રેસ છોડવાની જાહેરાત સોશિયલ મીડિયા પર જ કરી દીધી હતી.