bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

કોંગ્રેસને વધુ એક ફટકો:  વખત ધારાસભ્ય રહી ચૂકેલા નિરંજન પટેલના કેસરિયા....

 


એક તરફ રાહુલ ગાંધી ગુજરાતમાં ભારત જોડો ન્યાય યાત્રા કરી રહ્યા છે, ત્યારે કોંગ્રેસના વધુ એક પૂર્વ ધારાસભ્ય નિરંજન પટેલ ભાજપમાં જોડાયા છે. આ સાથે જ ભાજપ ગુજરાતમાં વધુ મજબૂત બની રહી છે.


ગુજરાત કોંગ્રેસમાંથી અર્જુન મોઢવાડિયા, અંબરિશ ડેર, સી. જે ચાવડા, અરવિંદ લાડાણી, મૂળુ કંડોરિયા સહિતના નેતાઓ રાજીનામું આપીને ભાજપમાં જોડાયા છે, ત્યારે આ યાદીમાં હવે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નિરંજન પટેલનું પણ નામ જોડાયું છે. તેમણે આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની હાજરીમાં કેસરિયો ખેસ ધારણ કર્યો છે. ઉલ્લેખનીય છે કે નિરંજન પટેલ દિગ્ગજ નેતા છે અને આણંદ પેટલાદ વિધાનસભા બેઠક પર છ વાર કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂક્યા છે.