ભારત સરકારની કડકાઈ બાદ ગૂગલે પ્લે સ્ટોર પરથી હટાવી દેવામાં આવેલી ભારતીય એપ્સને પુનઃસ્થાપિત કરી છે. કંપનીએ 1 માર્ચના Shaadi.com, Naukri.com સહિતની અનેક ભારતીય એપ્સને પેમેન્ટ પોલિસીના ઉલ્લંઘનના કારણોસર પ્લેસ્ટોરમાંથી હટાવી દીધી હતી. Naukri.com અને 99 Acres સહિતની કેટલીક એપ ફરીથી પ્લે સ્ટોર પર દેખાવા લાગી છે.
શુક્રવારે ગૂગલની કડક કાર્યવાહી બાદ સરકારે પણ કંપનીનો સંપર્ક કર્યો હતો અને તેને પોતાનો નિર્ણય બદલવા માટે કહ્યું હતું. કેન્દ્રીય સૂચના પ્રૌદ્યોગિક મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, ભારત ખૂબ જ સ્પષ્ટ છે, અમારી નીતિ પણ જ સ્પષ્ટ છે. અમારા સ્ટાર્ટ-અપ્સને એ સુરક્ષા મળશે જેની તેને જરૂર છે. મેં પહેલેથી જ ગૂગલને ફોન કર્યો છે અને એપ ડેવલપર્સને પણ ફોન કર્યો છે જેને પ્લે સ્ટોર પરથી હટાવી દેવામાં આવ્યા છે. અમે આગામી અઠવાડિયે તેમની સાથે મુલાકાત કરીશું. આની મંજૂરી ન આપી શકાય. આ પ્રકારની ડી-લિસ્ટિંગની મંજૂરી ન આપી શકાય.
Naukri.com અને 99Acres એપ ઓપરેટ કરનારા Infoedgeના સંજીવ બિખચંદાનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું કે કંપનીની ઘણી એપ્સ ગૂગલ પ્લે સ્ટોર પર પાછી આવી ગઈ છે.
જો કે, Google દ્વારા હટાવી દેવામાં આવેલી Shaadi.com એપ ચલાવનારા પીપલ ગ્રુપના ફાઉન્ડર અનુપમ મિત્તલે કહ્યું કે આ એપ્સને Google દ્વારા ત્યારે જ પુનઃસ્થાપિત કરવામાં આવી જ્યારે તેઓએ Googleની પોલિસી માનવા માટે તમામ ઈન-એપ પેમેન્ટ રીત હટાવી દીધી હતી. તેમણે કહ્યું કે, આ એપ્સ બિલિંગ વિના પાછી આવી ગઈ છે જે તેમના માટે ન હોવા જેવું જ સારું છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology