બેંગલુરુમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કાર પાકિંગને લઇને પાડોશીઓએ કપલ સાથે કરી મારામારી કરી હોવાની ઘટના બની છે. બેંગલુરુમાં રવિવારે રાત્રે એક વ્યક્તિને તેના પડોશીઓએ ખૂબ માર માર્યો હતો. તે વ્યક્તિની ભૂલ માત્ર એટલી હતી કે તેણે પોતાની કાર ઘરની સામે સાર્વજનિક જગ્યાએ પાર્ક કરી હતી. આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં પાડોશીઓએ એક વ્યક્તિને થપ્પડ મારી, તેને જમીન પર પછાડી દીધો અને ખૂબ માર માર્યો હતો. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે બે લોકો એક વ્યક્તિને તેની કાર તરફ ઈશારો કરીને મારપીટ કરી રહ્યા છે. જ્યારે તે લડવાનો પ્રયાસ કરે છે, ત્યારે તેને નીચે પાડી દેવામાં આવે છે. આ વ્યક્તિ સાથે એક મહિલા પણ હતી, જે સમગ્ર ઘટનાને રેકોર્ડ કરતી જોવા મળી હતી.
જ્યારે હુમલાખોરોમાંથી એક મહિલાને ખબર પડી કે તેનો વીડિયો બનાવવામાં આવી રહ્યો છે, ત્યારે તે તેના હાથમાં ચપ્પલ લઈને તેનો પીછો કરે છે અને તેને માર મારે છે. અન્ય એક પાડોશીએ પણ આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવ્યો હતો.પીડિતોની ઓળખ રોહિણી અને સહિષ્ણુ તરીકે થઈ છે. કથિત રીતે તેઓ એક દિવસ પહેલા જ આ વિસ્તારના એક એપાર્ટમેન્ટમાં રહેવા આવ્યા હતા. રોહિણીના ફોન પર રેકોર્ડ થયેલા વીડિયોમાં જોવા મળે છે કે જ્યારે તેનો પીછો કરવામાં આવી રહ્યો હતો ત્યારે તે મદદ માટે ચીસો પાડી રહી હતી.
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસે ત્રણ લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે. તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. કલમ 354, 324 અને 506 હેઠળ FIR નોંધવામાં આવી છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology