સ્થાનિક શેરબજારની શરૂઆત જબરદસ્ત મોમેન્ટમ સાથે થઈ છે અને ઓપનિંગમાં જ 1400 શેર ઉછાળા સાથે ખુલ્યા છે. નિફ્ટી અને સેન્સેક્સે ઓપનિંગ સમયે મજબૂત વધારો દર્શાવ્યો છે. બેન્ક નિફ્ટીમાં જોરદાર ગતિ સાથે ટ્રેડિંગ શરૂ થયું છે. દેશનું બજેટ સપ્તાહ આજથી શરૂ થઈ ગયું છે અને સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે અને દેશનું બજેટ 1 ફેબ્રુઆરી, 2024ના રોજ રજૂ કરવામાં આવશે. માર્કેટ નવા ઉત્સાહ સાથે નવી સિરીઝને વધાવી રહ્યું છે.
નિફ્ટીએ ફરી એકવાર 21500ની સપાટી વટાવી છે. સવારે 9.30 વાગ્યે સેન્સેક્સ 180.95 પોઈન્ટ અથવા 0.85 ટકાના ઉછાળા સાથે 21,533 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. સેન્સેક્સ 552.80 પોઈન્ટ અથવા 0.78 ટકાના વધારા સાથે 71,253 પર પહોંચી ગયો છે.
નિફ્ટીના 50 શેરોમાંથી 40 શેરોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે અને 10 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. નિફ્ટીના ટોપ ગેનર્સમાં અદાણી એન્ટરપ્રાઇઝ 5.09 ટકા અને ONGC 4.17 ટકા ઉપર છે. અદાણી પોર્ટ્સ 3.74 ટકા અને સન ફાર્મા 3.05 ટકા વધ્યો છે. SBI લાઇફ 2.44 ટકાની મજબૂતી બતાવી રહી છે.
BSE સેન્સેક્સના 30માંથી 25 શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે અને માત્ર 5 શેરો એવા છે જે ઘટી રહેલી રેન્જમાં ટ્રેડ થઈ રહ્યા છે. વધતા શેરોમાં સન ફાર્મા 2.55 ટકા વધીને ટોપ ગેઇનર રહ્યો હતો. એનટીપીસીમાં 1.72 ટકા અને પાવર ગ્રીડમાં 1.63 ટકાનો વધારો થયો છે. કોટક મહિન્દ્રા બેન્ક 1.59 ટકા અને એક્સિસ બેન્ક પણ 1.52 ટકા ઉછળી રહી છે.
બજારની શરૂઆત કેવી રહી?
બીએસઈનો સેન્સેક્સ 267.43 પોઈન્ટ અથવા 0.38 ટકાના વધારા સાથે 70,968ના સ્તરે ખુલ્યો છે અને એનએસઈનો નિફ્ટી 80.50 પોઈન્ટ અથવા 0.38 ટકાના વધારા સાથે 21,433ના સ્તરે ખુલ્યો છે.
આજે BSE સેન્સેક્સ 122.84 પોઈન્ટ અથવા 0.17 ટકાના વધારા સાથે 70823 ના સ્તર પર આગળ વધી રહ્યો હતો. પ્રી-ઓપનિંગમાં NSEનો નિફ્ટી 45.90 પોઈન્ટ અથવા 0.21 ટકા વધીને 21398 ના સ્તર પર હતો.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology