bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

હિમાચલ વિધાનસભામાં હંગામો, ભાજપના ૧૫ ધારાસભ્ય થયા સસ્પેન્ડ...

રાજ્યસભાની ચૂંટણીમાં હિમાચલ પ્રદેશમાં એક બેઠક પર યોજાયેલી ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હર્ષ મહાજનની જીત થઈ હતી જ્યારે સત્તાધારી પાર્ટી કોંગ્રેસના ઉમેદવાર અભિષેક મનુ સિંઘવી ક્રોસ વોટિંગને કારણે હારી ગયા હતા. અહીં મોટી વાત તો એ છે કે, હિમાચલ પ્રદેશમાં ભાજપ પાસે બહુમતી નહોતી પરંતુ કોંગ્રેસના છ ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હતું. આ ઉપરાંત ત્રણ અપક્ષ ધારાસભ્યોએ પણ કોંગ્રેસને સમર્થન આપ્યું ન હતું જેના કારણે કોંગ્રેસ અને ભાજપના બંને ઉમેદવારોને સમાન મતો મળ્યા હતા. આ પ્રથમ વખત બન્યું છે કે, રાજ્યસભાની ચૂંટણીમાં બે ઉમેદવારો વચ્ચે સમાન મતને કારણે વિજેતા કે હારનારનો નિર્ણય મતની કાપલી દ્વારા કરવામાં આવ્યો હતો. જોકે આ નિર્ણયમાં પણ કોંગ્રેસ નસીબદાર રહી ન હતી અને તેમાં ભાજપનો વિજય થયો હતો.

હિમાચલ વિધાનસભામાં આજે બજેટ રજૂ થવાનું છે. દરમિયાન ભાજપે દાવો કર્યો છે કે કોંગ્રેસ સરકારે તેના ધારાસભ્યોનો વિશ્વાસ ગુમાવ્યો છે. જયરામ ઠાકુરના નેતૃત્વમાં ભાજપના ધારાસભ્યોએ રાજ્યપાલ પાસે વોટિંગ ડિવિઝનની માંગ કરી છે. હિમાચલ  વિધાનસભામાં વિપક્ષનો હોબાળો ચાલુ છે. દરમિયાન સ્પીકરે મોટી કાર્યવાહી કરી છે અને ભાજપના 15 ધારાસભ્યોને ગૃહમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. ભાજપના આ ધારાસભ્યોમાં વિપક્ષના નેતા જયરામ ઠાકુરનો પણ સમાવેશ થાય છે.